GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના મધવાસ પાસે ઈકો કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર ઈજાગ્રસ્ત.

 

તારીખ ૨૧/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ ગુરુવારે સવારે દસ થી અગ્યાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઇકો કાર જીજે ૧૭ બીએચ ૭૩૧૦ અને ગુજરાત એસટી ની બસ નંબર જીજે ૧૮ ઝેડટી ૦૯૪૦ વચ્ચે મધવાસ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમા ઈકો કાર મા સવાર ચાર થી પાંચ ઈસમો ને ઈજાઓ પહોંચી હતી. જેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.ઇકો કાર ને નુકશાન થયેલ છે.ઇકો કાર ચાલક ને માથા પર અને હાથે ઈજાઓ પહોંચી હતી જેની કાલોલ રેફરલ હો્પિટલમાં સારવાર કરાઈ છે. સમગ્ર બાબતે કાલોલ પોલીસ મથકે મામલો પહોંચતા પોલીસે સમગ્ર ઘટના અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી અને આગળની તપાસ શરૂ કરી છે. ઈકો કાર ચાલકે જણાવ્યુ કે તેઓની કાર ને ઓવરટેક કરતા દરમ્યાન અકસ્માત સર્જાયો છે જયારે પોલીસ સૂત્રો મુજબ ઈકો કાર ચાલકે ઓવરટેક કરતા સમયે આગળ ચાલતા વાહન ને કારણે પોતાની કાર બસની આગળ લેતા અકસ્માત સર્જાયો છે. સમગ્ર બાબતે બસ ચાલક અને ઈકો ચાલક સામ સામે આક્ષેપ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!