નરેન્દ્ર મોદી વિચાર મંચ તથા કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા મફત આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં મોટીસંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.

તારીખ ૨૩/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલ સાંઈ કોમ્પલેક્ષ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ કાલોલ તાલુકાના સહયોગથી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ સાવલી દ્વારા મફત આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહી મફત સારવારનો લાભ લીધો હતો.જ્યાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કેમ્પની મુલાકાત લઈ મફત આરોગ્ય સેવાઓ માટે કેમ્પનું આયોજન કરવા બદલ નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરો તથા કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ સાવલીના સ્ટાફને અભિનંદન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કેમ્પનું આયોજન મંચના કાલોલ તાલુકા અધ્યક્ષ કિશનસિંહ ચાવડા (કેટી) દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી, પંચમહાલ જિલ્લાના હોદ્દેદારો રમેશભાઈ પરમાર (તલાટી), રાજેશભાઈ પરમાર, અતુલભાઈ પંડ્યા, વાઘાભાઈ ભરવાડ, કમલેશભાઈ પંડ્યા, સુરેશભાઈ પરમાર, પ્રણવભાઈ , નિલેશભાઈ બારીઆ, રાજુભાઈ શાસ્ત્રી મહિલા શાખાની ટીમ સહિત મોટી સંખ્યામાં મંચના કાર્યકરોએ ઉપસ્થિત રહી ખડે પગે સેવા બજાવી હતી જ્યાં કેમ્પમાં આરોગ્ય સેવાઓ આપી દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડવા બદલ નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ સાવલીના સ્ટાફનું પુષ્પગુચ્છથી સન્માન કરી આભાર માનવામાં આવ્યો હતો.









