BHUJGUJARATKUTCH

ભુજમાં મહિલાઓ માટે નિ:શુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૫ નવેમ્બર : ભુજમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ૨૬ નવેમ્બરના બુધવારના રોજ મહિલાઓ માટે નિ:શુલ્ક આયુર્વેદ/ હોમિયોપેથી નિદાન-ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ કેમ્પ જાદવજી નગર, તાલુકા પંચાયત કચેરીની સામે મહાલક્ષ્મી મંદિર ખાતે સમય સવારે ૯.૦૦ કલાકેથી બપોરના ૧૨.૩૦ કલાક સુધી યોજાશે.જેમાં સ્ત્રીઓના તમામ પ્રકારના રોગોનું આયુર્વેદ/ હોમિયોપેથી પદ્ધતિથી નિદાન તથા સારવાર, કિશોરીઓ તથા મહિલાઓની માસિકને લગતી સમસ્યા માટે ઔષધ આપવામાં આવશે. ગર્ભિણી/ ધાત્રીઓને ખાસ પ્રકારની શક્તિવર્ધક તેમજ રક્તવર્ધક ઔષધ આપવામાં આવશે. જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોને શારીરિક તથા માનસિક વિકાસ માટે સુવર્ણપ્રાસનનાં ટીપા પીવડાવવામાં આવશે તથા શરદી-ખાંસી-તાવ-કળતર-સાંધાના દુ:ખાવા માટે રોગ પ્રતિકારક શકિતવર્ધક અમૃતપેય ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવશે. આ સાથે સ્વાસ્થ્ય જાળવવા યોગ અંગે માર્ગદર્શન અપાશે તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ -૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ – કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!