સુરેન્દ્રનગરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક ભગવદ્ ગીતાનું વિતરણ

તા.01/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગીતા જયંતિ અન્વયે જન-જન સુધી ગીતાના અમૂલ્ય ઉપદેશોને પહોંચાડવા હેતુ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ મહોત્સવને અનુરૂપ અને પવિત્ર ગીતા જયંતિના શુભ અવસરને સાર્થક કરતા, ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર દ્વારા નિ:શુલ્ક ભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત કોળી સમાજ કન્યા છાત્રાલય, સુરેન્દ્રનગર ખાતે છાત્રાલયની ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય હેતુ રાજ્ય સરકારના આ અભિયાનને સમર્થન આપીને યુવા પેઢીમાં આધ્યાત્મિક જ્ઞાન અને સદ્ સંસ્કારોનું સિંચન કરવાનો છે આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે દાતાશ્રીઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો શ્રીમતી જલ્પા પ્રકાશ મકવાણા, હરિસુંદર પ્રભુ, તથા ગૌરાંગ હેન્ડીક્રાફ્ટ્સના માલિક શ્રીમતી પૂજા અમિતાભ દાસના સહકારથી કુલ ૨૦૦થી વધુ ભગવદ્ ગીતાનું વિતરણ શક્ય બન્યું હતું ઇસ્કોન માને છે કે ગીતા જ્ઞાનનું દાન એ લોકજીવનમાં નૈતિકતા, આધ્યાત્મિક ઉન્નતિ અને સદ્ સંસ્કારના પાયાને મજબૂત બનાવવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગીતાના મહિમા અંગે માર્ગદર્શન મેળવ્યું ઇસ્કોન મંદિરના સેવાભાવી સેવકોએ સરળ અને સહજ ભાષામાં ગીતા-જ્ઞાનના મહત્વ, જીવનમાં તેની પ્રાસંગિકતા અને વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંદેશના પ્રચાર-પ્રસારમાં શ્રીલ પ્રભુપાદના અમૂલ્ય કાર્ય વિશે સમજણ આપી હતી આ પ્રવચનથી યુવા મનમાં મૂલ્યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા મળી હતી ઇસ્કોન સુરેન્દ્રનગર સમાજમાં ગીતા આધારિત નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ પૂરું પાડવા માટે સતત સક્રિય છે આ અંતર્ગત, સંસ્થા દ્વારા બે નિયમિત વર્ગોનું આયોજન કરવામાં આવે છે જેમાં નિ:શુલ્ક ભગવદ્ ગીતા પ્રશિક્ષણ વર્ગ દર રવિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યે શ્રી સમસ્ત કોળી સમાજ કન્યા છાત્રાલય ખાતે યોજાય છે તેમજ ભગવત ગીતા સત્સંગ સુરેન્દ્રનગરની ધર્મપ્રેમી જનતા માટે દર રવિવારે સાંજે ૭ થી ૮ વાગ્યે સરદાર પટેલ વિદ્યાલય ખાતે સત્સંગ યોજાય છે જેમાં ગીતાના તત્ત્વજ્ઞાન સાથે નૈતિક મૂલ્યોનું માર્ગદર્શન આપવામાં આવે છે કાર્યક્રમમાં, ઇસ્કોન મંદિરના સંચાલક મુરલી મોહન પ્રભુજી અને હર્ષગોવિંદ દાસે કાર્યક્રમમાં સહભાગી થયેલા સર્વે ભક્તો, દાતાઓ અને સમાજના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




