પાલનપુરમાં “ઈ- ગ્રંથાલય રિસોર્સ અને તેના ઉપયોગ” વિષય પર કાર્યશાળા નું આયોજન
આર આર મહેતા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સમાં “ઈ- ગ્રંથાલય રિસોર્સ અને તેના ઉપયોગ” વિષય પર કાર્યશાળા નું આયોજન
બનાસકાંઠા ડીસ્ટરીકટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કૉલેજ ઑફ સાયન્સ તથા સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ,પાલનપુરમાં સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ તથા ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ દ્વારા આજ રોજ તારીખ ૧૮-૭-૨૦૨૪ ને ગુરુવારના રોજ ઈ- ગ્રંથાલય રિસોર્સ અને તેના ઉપયોગ વિષય પર એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ. કાર્યશાળાની શરૂઆત સમૂહ પ્રાર્થનાંથી કરવામાં આવી. વક્તા તરીકે કાર્યશાળામાં ડૉ. સમીરભાઈ ચૌધરી (હેડ, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ) દ્વારા ગ્રંથાલયની પાયાની માહિતી સાથે દરેક પેટા વિભાગની રૂબરૂ મુલાકાત સાથે ઇ રીસોર્સ અને તેના ઉપયોગની પ્રાયોગિક સમજ સાથે ૧૭ વનસ્પતિશાસ્ત્રના વિધ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી. કાર્યક્રમમાં બોટની વિભાગના વડા ડૉ. મુકેશ પટેલ દ્વારા બુકે તથા સ્મૃતિભેટ આપીને ડો. સમીર ચૌધરી નું સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યકમમાં પ્રિન્સિપાલ ડૉ. વાય. બી. ડબગર સાહેબના પરોક્ષ આશિર્વચન પણ પ્રાપ્ત થયા. સમગ્ર કાર્યકમનું આયોજન બોટની વિભાગના ડૉ હરેશ ગોંડલીયા, ડૉ ધ્રુવ પંડયા, શ્રી વિક્રમ પ્રજાપતી અને સેવાકર્મી શ્રી કેશાભાઈ ઠાકોર તથા ટી વાય બોટનીના વિદ્યાર્થીઓએ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું તથા અંત સમૂહ રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યો.