BANASKANTHAPALANPUR
સરસ્વતી હાઈસ્કુલ પાલનપુરનું ગૌરવ
દર વર્ષે શિક્ષકદિનના દિવસે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પસંદગી થતી હોય છે તેમાં અમારી શાળા માતૃશ્રી એસ.બી વી ચાવડા સરસ્વતી હાઇસ્કુલ પાલનપુરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષિકા તરીકે નોકરી કરતા મોટાસડા ના વતની ડો. તારાબેન મદાર સિંહ સોલંકી ને આ વર્ષનો ઉચ્ચતર માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ધારાસભ્ય માનનીય શ્રી અનિકેત ઠાકર સાહેબ અને માનનીય કલેક્ટર શ્રી મિહિર પટેલ સાહેબ ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો એ બદલ શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ અને સરસ્વતી સ્કૂલ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને ડો. તારાબેન આ સંદર્ભે પરિવાર, રાજપુત કેળવણી મંડળ, શાળાના આચાર્યશ્રી, તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરે છે.