DAHODGUJARAT

દાહોદ સરકારી પોલિટેકનિક ખાતે ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયાની માહિતી માટે મફત માર્ગદર્શન કાર્યક્રમ

તા.૦૨.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સરકારી પોલિટેકનિક ખાતે ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયાની માહિતી માટે મફત માર્ગદર્શન કાર્યક્રમ

સરકારી પોલિટેકનિક દાહોદ ખાતે ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમો હાલ ચાલી રહ્યા છે. વધુમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મેળવવા માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેની ઓનલાઇન પ્રક્રિયા ૧૫.૦૫.૨૦૨૫થી શરૂ થઈ ગયેલ છે. જેમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ડિપ્લોમા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી તારીખ ૦૫ જૂન ૨૦૨૫ના ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સરકારી પોલિટેકનિક દાહોદ ખાતે મફત માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાગ લઈ માર્ગદર્શન મેળવે તેવું સરકારી પોલિટેકનિક દાહોદના આચાર્ય દ્વારા જણાવાયું છે

Back to top button
error: Content is protected !!