અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસના અને માહિતી વિભાગ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે મીડિયાના મિત્રો માટે *વિના મૂલ્ય* હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો
અરવલ્લી જિલ્લા ખાતે પ્રધાનમંત્રી ની ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ,એકસરે અને ઈ .સી.જી.ને આવરી લઈને કરવામાં આવી હતી.વહેલી સવારથી બપોર સુધી ચાલેલુ આ મીડિયા હેલ્થ ચેકઅપ સહયોગી સંસ્થા ગુજરાત રેડક્રોસ મોડાસા ખાતે યોજવામાં આવ્યું હતું.જેમાં તાલીમબદ્ધ ટીમે સેવાઓ આપી હતી.રાજ્ય સરકારના દિશાનિર્દેશો હેઠળ માહિતી ખાતું રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની મીડિયા આરોગ્ય સંભાળ શિબિરો યોજવાનું આયોજન કરી રહ્યું છે.
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે આજે રેડક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલા હેલ્થ સ્ક્રનીંગ કાર્યક્રમ હેઠળ કંપ્લિટ બ્લડ કાઉન્ટ (લોહી ની ટકાવારી) અને બ્લડ ગ્રુપ, લીવર ફંકશન – sgpt બિલીરૂબિન, અલ્કલાઈન ફોસ્ફેટ ,sgot ( લીવર), કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઈલ સહિતના ટેસ્ટસ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા અને હાડકા માટે યુરિક એસિડ અને કેલ્સિયમ, હોર્મોનલ ટેસ્ટ – થાયરોઈડ, વિટામિન બી ૧૨/ડી, ડાયાબીટીક માર્કર hba1c fbs અને ૫૦ થી વધુ ઉંમર માટે પ્રોસ્ટેટ અને ૩૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો/ બહેનો માટેના ટેસ્ટ સહિતની સેવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં અરવલ્લીન પત્રકારમિત્રો ભાગ લઇ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આ કેમ્પમાં નિવાસી અધિક કલેક્ટર રેડક્રોસ મોડાસાના પ્રમુખ ભરતભાઈ પરમાર તેમજ માહિતી વિભાગના અધિકારી અને મોટી સંખ્યામાં પત્રકારઓ જોડાયા હતા.