GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
હાલોલ ખાતે ડ્રાઈવર અને પેટ્રોલ પંપના ગ્રાહકો માટે જય નારાયણ હોસ્પિટલના ડૉ.સુનીલ પરમાર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન.
તારીખ ૧૧/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ હાલોલ ભારતીય પેટ્રોલિયમ પંપ ખાતે આગામી દિવસોમાં આવનાર તહેવાર દિવાળી ઉત્સવ લઈ ડ્રાઈવર અને પેટ્રોલ પંપના ગ્રાહકો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કાલોલ તાલુકાના મધવાસ ગામ ખાતે આવેલ જય નારાયણ હોસ્પિટલ ના ડૉ સુનિલ પરમાર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ૫૦ થી વધુ લોકોને તપાસવામાં આવ્યા અને ફ્રી માં દવાઓ આપવામાં આવી હતી જ્યાં દીવાળી નિમિતે ફટાકડા ફોડતી વખતે શું કાળજી લેવી તેની ડોક્ટર દ્વારા માહિતી આપી અને શું પ્રાથમિક સારવાર અપાય તેના વિશે વિસ્તારથી માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યાં સમગ્ર કેમ્પનુ સંચાલન અને વ્યવસ્થાની જાળવણી ભારતીય પેટ્રોલિયમ પંપના કોઓર્ડિનેટર જૈમીનભાઈ વરિયા દ્વારા કરવામાં આવી હતી