MEHSANAMEHSANA CITY / TALUKO

ગોઝારીયા કુમાર શાળા ખાતે ૯ ઓરડાનું ખાતમુર્હુત એમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

રૂ,૧.૩૫ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર માંથી મંજૂર કરાવી

મહેસાણા તાલુકાના ગોઝારીયા મુકામે ગોઝારીયા પ્રાથમિક કુમાર શાળા જે ૧૩૮ વર્ષ જૂની ઐતિહાસિક શાળા હતી એના નવલી કરણ માટે મહેસાણા વિધાનસભાના ઉર્જાવાન ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલના અથાક પ્રયત્નો થકી ₹ ૧.૩૫ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર માંથી મંજૂર કરાવી, તે બદલ ગોઝારીયા કુમાર શાળા ખાતે ૯ ઓરડાનું ખાતમુર્હુત આજરોજ એમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ પટેલ અને સક્રિય કાર્યકર્તાઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!