ABADASAGUJARATKUTCH

કચ્છ પશ્ચિમ વન વિભાગની નલીયા દક્ષિણ રેન્જમાં મોજે : ભાચુંડા અને કોણાઠીયા ગામે બિન-અધીકૃત દબાણ દુર કરવા બાબત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા,તા-૦૬ ઓગસ્ટ : કચ્છ પશ્ચિમ વન વિભાગનાં કાર્યક્ષેત્ર હેઠળના નલીયા દક્ષિણ રેન્જના મોજે : ભાચુંડા ગામે આવેલ જમીન ૨૪૪-૯૧-૭૫ હેકટર વિસ્તાર તથા મોજે : કોણાઠીયા ગામે આવેલ જમીન ૩૯૪-૨૨-૬૬ હેક્ટર વિસ્તાર, કુલ ૬૩૯-૧૪-૪૧ હેક્ટર વિસ્તારજમીન કલેકટરશ્રી, કચ્છ-ભુજ દ્વારા વળતર વનીકરણ હેતુ માટે વર્ષ : ૨૦૧૯ માં કચ્છ પશ્ચિમ વન વિભાગને ફાળવેલ હતી.જે જમીન વર્ષ ૨૦૨૨ માં ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ ની હેઠળ અનામત જંગલ જાહેર થયેલ છે. આ જમીનમાં ભાચુંડા તથા કોણાઠીયાગામના ખેડૂતો તથા અન્ય લોકો દ્વારા અંદાજીત ૩૭૦ હેક્ટર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિન-અધીકૃત ખેતી વિષયક દબાણ કરેલ હતું. જે દબાણ દુર કરવા આજરોજ તા.૦૬/૦૮/૨૦૨૫ ના ડો.સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ તથાશ્રી એચ.જે.ઠક્કર, નાયબ વન સંરક્ષક,કચ્છ પશ્ચિમ વન વિભાગનાં માર્ગદર્શન હેઠળમદદનીશ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન વિભાગ તથા પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, નલીયા દક્ષિણ રેંજ અને કચ્છ પશ્ચિમ , કચ્છ પૂર્વ અને કચ્છ વિસ્તરણ વન વિભાગનો કુલ સ્ટાફ-૧૬૦ તથા પોલીસ વિભાગના -૧૩૫ થી વધારે સ્ટાફ સાથે મળી ૧૫ જેસીબી મશીન અને ૩૦ ટ્રેકટર જેવા સાધનો દ્વારા ૩૭૦ હેક્ટર વિસ્તારમાંથીદબાણ દુર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.આ ઝુંબેશમાં કચ્છ પશ્ચિમ જીલ્લા પોલીસ તંત્ર તથા કચ્છ જીલ્લા વહીવટી તંત્રનો સહયોગ મળેલ છે. તા.૦૬/૦૮/૨૦૨૫ નારોજ આશરે ૨૨૫ હેક્ટર વિસ્તારમાં દબાણ દુર કરેલ છે. અન્ય બાકી રહેતા દબાણગ્રસ્ત વિસ્તારમાંથી તા.૦૭/૦૮/૨૦૨૫ સુધીમાં દબાણ દુર કરવામાં આવશે.

નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન વિસ્તારની કોઈ પણ જમીનમાં દબાણ ન કરવા જાહેરજનતાને અપીલ કરવામાં આવે છે.નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ,ભુજ

Back to top button
error: Content is protected !!