કાલોલ પંથકમાં ઠેર ઠેર ગણેશ ચતુર્થી ની ઉજવણી:ગામડાઓ થી લઇ શહેરની વિવિધ સોસાયટીમાં દાદાની સ્થાપના.

તારીખ ૨૮/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પંથકમાં શ્રાવણ મહિના માં ભક્તો શિવભક્તિમય બન્યા હતા હવે ગણેશભક્તિ નો પ્રારંભ થતા વાતાવરણ ભક્તિમય બન્યું છે ત્યારે કાલોલ શહેર સહિત તાલુકામાં ગણેશમહોત્સવ અને ગણેશ સ્થપાનાની ઉજવણી ઉમંગભેર કરવામાટે ગણેશજીના ભક્તોએ મહિના અગાઉથી તૈયારીઓ હાથધરી શુક્રવારે ગણેશચતુર્થીના દિવસે બેન્ડ અને ડી.જે. ના તાલે ઠેર-ઠેર સ્વાગત કરી સ્થાપન કરવામાં આવી છે જ્યાં દુદાળા દેવ, વિઘ્નહતો ગણપતિદાદાના ભકજનો દ્વારા જાહેરસ્થળોએ,ધંધા-રોજગાર સ્થળો,શૈક્ષણિક સંસ્થાઓ અને ઘરે-ઘરે ગણપતિ દાદાની સ્થાપના કરી ભક્તિમાં લીન બની ગયા હતા કાલોલ શહેરમાં વિવિધ ગણપતિ મંડળ દ્વારા ૧૦ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજનો પણ કરવામાં આવે છે ત્યારે કાલોલ શહેર સહિત ગ્રામ્યવિસ્તારો માં વિવિધ યુવક મંડળો દ્વારા દુંદાળાદેવ ગણપતિ દાદાની મૂર્તિનું રંગે ચંગે સ્થાપન કરતા વાતાવરા-ગણેશમય બની ગયું હતું.





