નરેશપરમાર.કરજણ
કરજણ તાલુકાના સાસરોદ ગામ નજીક ગમખ્વાર અકસ્માત
કરજણ તાલુકાના સાસરોદ ગામ નજીક ને.હા ૪૮ ઉપર ઇકો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત
કરજણ તાલુકાના ને.હા.૪૮ પર આવેલ સાંસરોદ ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા સ્કુટર સવારોને ભરૂચ તરફથી આવી રહેલ ઈકો ગાડીના ચાલકે અડફેટે લેતાં બંને સવારોને શરીરે ગંભીર ઈજાઓ થતાં એક સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયાનું સૂત્રો જણાવે, કરજણ તાલુકાના સાંસરોદ ગામે રહેતાં યુનુસભાઈ અલ્લી સાલેડ તેમજ હુસૈન મુસા સરનારીયા સ્કુટર પર પાલેજ તરફ કોઈ કામ અર્થે જવા નીકળ્યા હતાં. દરમિયાન સાંસરોદ ગામની કટ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ ભરૂચ તરફથી પુરઝડપે બેફિકરાઈથી આવી રહેલી ઈકો ગાડીના ચાલકે ટક્કર મારી અડફેટે લીધા હતાં. જેથી બંને સવારોને માથાના ભાગે અને શરીરે ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતાં કરજણ સરકારી દવાખાને ખસેડાયા હતાં. જ્યાં યુનુસભાઈને વધુ સારવાર અર્થે ભરૂચ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતાં. જ્યારે હુસૈન મુસા સરનારીયા ઉં.વ. ૪૩ રહે. સાંસરોદ તા. કરજણ ને માથાના અને છાતીના ભાગે તેમજ ઢીંચણથી નીચેના ભાગે ફેક્ચર જેવી જીવલેણ ઈજાઓ થયેલ ડોય વધુ સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જતી વખતે રસ્તામાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે મરણ જનારના મામાની ફરિયાદ લઈ અકસ્માત કરનાર ઈકો ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.