પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું:ભરૂચમાં ચાઈનીઝ તુક્કલ, તેમજ પ્લાસ્ટીક કે સિન્થેટીક મટીરીયલ-ચાઈનીઝ પ્રકારના મટીરીયલથી બનેલા દોરાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના જિલ્લા અધિક કલેક્ટરે ભારતીય સુરક્ષા સંહિતા- 2023 ની કલમ-163 મુજબ આગામી તા.14 મી જાન્યુઆરી 2025 મકરસંક્રાંતિ (ઉતરાયણ)ના તહેવારને ધ્યાને લઈને કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
ભરૂચ જિલ્લામાં આગામી 14 મી જાન્યુઆરીએ ઉતરાયણનો તહેવારને ધ્યાનમાં લઈને ભરૂચ જિલ્લા અધિક કલેકટર એન.આર.ધાંધલે સમગ્ર ભરૂચ જિલ્લાના વિસ્તારમાં સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) તેમજ પ્લાસ્ટીક કે સિન્થેટીક મટીરીયલ કે તેવા ચાઈનીઝ પ્રકારના મટીરીયલથી બનેલા તથા નાયલોન દોરા અથવા ટોક્સીક મટીરીયલ (ઝેરી તત્વો)નાં દોરાનો પતંગ ચગાવવા કે ઉપયોગ કરવા કે વેચાણ, સંગ્રહ, તથા વ્યાપાર કરવા માટે સમગ્ર મહેસુલી વિસ્તારમાં ઉતરાયણના તહેવારને અનુલક્ષીને હુકમની તારીખથી 20 જાન્યુઆરી 2025 સુધી પ્રતિબંધ ફરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે.