લોકગીત સંગીત અને ભક્તિ ગીત સાથે સાંસ્કૃતિક પારંપરિક નૃત્ય નો પ્રોગ્રામ કલોલ ખાતે યોજાયો
કલોલ નગરપાલિકા હોલ કલોલ જી.ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને મહિલા કેળવણી મંડળ દ્વારા એક ભવ્ય લોક ડાયરાના આયોજનની સાથે રાસગરબા સાંસ્કૃતિક પારંપરિક નૃત્યના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ગોવિંદભાઈ પટેલ પ્રભારી ભાજપ પાટણ જિલ્લો, ભાનુબેન દોશી પ્રિન્સિપાલ
કે જી એમ હાઇસ્કુલ કલોલ, શ્રી મુકેશભાઈ પરમાર પૂર્વ પ્રમુખ કલોલ નગરપાલિકા, નિલેશભાઈ આચાર્ય મંત્રી અનુસૂચિત જાતિ ભાજપ ગુજરાત, કે.કે.શાહ દલિત સેનાના રાષ્ટ્રીય સચિવ અને ભારતીય દલિત સાહિત્ય અકાદમી દિલ્હીના ઉપપ્રમુખ, પ્રોફેસર ડો.એચ. કે. સોલંકી કોઓર્ડીનેટર ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના હેડ, અલકાબેન શુક્લા પ્રમુખ કલોલ મહિલા મોરચો,
શ્રી પ્રહલાદભાઈ પટેલ મુખી પૂર્વ પ્રમુખ કલોલ નગરપાલિકા, પોપટલાલ પંડ્યા યુથ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ ના ભારત સરકાર નિવૃત ઇન્સ્ટ્રક્ટર, શ્રી રત્નાબેન નાયક હેતલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વગેરે મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
ચેતન એન્ડ ઘનશ્યામ ગઢવી ગ્રુપવાળા લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી તેમજ રે શહેર ગ્રુપ અને નુપુર ડાન્સ દ્વારા પારંપરિક સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.