વિકસિત ભારતનો અમૃતકાળ: સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ
7 ઓક્ટોબર, 2001 એ ભારતના રાજકારણના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ હતો, જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સંઘના સ્વયંસેવકથી લઈને ભાજપના સંગઠનના કાર્યકર સુધીની સફર બાદ, ૫૧ વર્ષની ઉંમરે તેમણે પ્રથમ વખત રાજ્યનું સુકાન સંભાળ્યું. વિનાશક ભૂકંપ, મંદી અને અશાંતિમાં ઘેરાયેલું ગુજરાત તેમને વારસામાં મળ્યું, પરંતુ થોડાં જ મહિનાઓમાં તેમની વહીવટી કુશળતા, દૃઢ નેતૃત્વ અને દૂરંદેશીપૂર્ણ વિચારસરણીના પરિણામે ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ.
શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વાંગી વિકાસ માટે સુશાસન, પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને શાસનનું નવું મોડલ વિકસાવ્યું. પંચામૃત દર્શન — જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ અને રક્ષાશક્તિ — પર આધારિત વિકાસમોડલ દ્વારા તેમણે ગુજરાતને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે “વાઇબ્રન્ટ સ્ટેટ” તરીકે સ્થાપિત કર્યું. ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’, ‘સ્વાગત’ ઓનલાઇન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ, ‘શાળા પ્રવેશોત્સવ’, ‘કન્યા કેળવણી રથયાત્રા’, ‘કૃષિ મહોત્સવ’, ‘ખેલ મહાકુંભ’ જેવી પહેલોએ લોકોમાં વિકાસ માટેની ભાગીદારીની ભાવના ઊભી કરી.
વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન બન્યા બાદ શ્રી મોદીએ ગુજરાત મોડલને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કર્યું. “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ”ના સૂત્ર સાથે તેમણે સમાવેશી વિકાસ અને આત્મનિર્ભર ભારતનું વિઝન રજૂ કર્યું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત અભિયાન, નલ સે જલ અને ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓ તેમની લોકકેન્દ્રિત દૃષ્ટિની સાક્ષી છે.
ભારતે વર્ષ 2023માં જી-20 દેશોની અધ્યક્ષતા કરી, જે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન તરીકેના છેલ્લા 11 વર્ષોમાં ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે. સંરક્ષણ, ઉડ્ડયન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને બંદરોનો વિકાસ, વગેરે ક્ષેત્રોમાં અવિરત પ્રગતિ થઈ છે. વૈશ્વિક સ્તરે ‘વેક્સીન મૈત્રી’ અને ‘ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’ જેવી પહેલોથી ભારતની કૂટનીતિને નવી ઓળખ મળી છે. ઉરી સર્જિકલ સ્ટ્રાઈક, પુલવામા એર સ્ટ્રાઇક અને પહેલગામ હુમલાના વળતા જવાબ તરીકે ઓપરેશન સિંદૂર ચલાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સૈન્યની તાકાતનો પરચો સમગ્ર વિશ્વને આપ્યો છે.
શ્રી નરેન્દ્ર મોદીએ 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ વડાપ્રધાન તરીકેના 11 વર્ષના નેતૃત્વથી વિકાસવાદી રાજકારણને નવો અર્થ આપ્યો છે. 24 વર્ષની આ યાત્રા ભારતના આત્મવિશ્વાસ, પ્રગતિ અને વૈશ્વિક નેતૃત્વના નવા યુગનું પ્રતીક બની છે. પ્રસ્તુત છે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે કરેલા કાર્યો અને વિવિધ ક્ષેત્રોમાં શરૂ કરેલી યોજનાઓ અને કાર્યક્રમોની એક ઝલક:
ગુજરાતને મળેલી મોટી ભેટ
કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલય હેઠળ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ગુજરાતના રાજકોટ શહેરની પસંદગી, આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટમાં 1144 આવાસોનું નિર્માણ.
ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ.
GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)
ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ.
નવસારીમાં PM મિત્ર પાર્ક (ટેક્સટાઇલ પાર્ક)નો શિલાન્યાસ.
ગુજરાતમાં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ.
અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નિર્માણ.
દાહોદ ખાતે ‘મેક ઇન ઇન્ડિયા’ના અભિગમ સાથે ₹20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું લોકાર્પણ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મે 2025માં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું.
ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે ₹33,600 કરોડના વિવિધ વિકાસકાર્યોનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
શિક્ષણના સથવારે સર્વાંગી વિકાસ
શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા અને ગુણોત્સવ જેવાં અભિયાનો થકી શાળાઓમાં બાળકોનું ઐતિહાસિક નામાંકન
શ્રી નરેન્દ્ર મોદીએ પોતાને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરાવીને તેમાંથી મળેલી રકમ કન્યાઓના શિક્ષણ ભંડોળમાં દાનમાં આપી
કન્યા કેળવણી યોજનાને ઉત્તેજન આપવા માટે વર્ષ 2007માં કન્યા કેળવણી નિધિ યોજનાની જાહેરાત.
રાજ્યમાં દેશનું પ્રથમ વિશ્વ સ્તરીય કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું.
વર્ષ 2002માં રાજ્યમાં ધોરણ 1 થી 8 નો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જે આજે 2.42 ટકા થયો
24 વર્ષ પહેલાં રાજ્યમાં 21 યુનિવર્સિટી કાર્યરત હતી, જ્યારે હાલમાં 108 યુનિવર્સિટી કાર્યરત.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી દ્વારા ગુજરાતની યુવા પ્રતિભાઓના ઇનોવેશનને નાણાકીય સહાય અને યોગ્ય પ્લેટફોર્મ
સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓની સ્થાપના: ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી (વડોદરા), ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી.
2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા 30 વર્ષ બાદ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો
પીએમ શ્રી યોજના હેઠળ શાળાઓનું નવીનીકરણ અને વિકાસ
તબીબી શિક્ષણમાં OBC અને EWS અનામત બેઠકો, ઉચ્ચ શિક્ષણમાં EWS અનામત 10 ટકા
ઊર્જાક્રાંતિ
એક સમયે વીજળીની અછત સામે ઝઝૂમી રહેલું ગુજરાત આજે એનર્જી સરપ્લસ રાજ્ય
વર્ષ 2012માં દેશનો પ્રથમ સોલાર પાવર પ્લાન્ટ ચારણકામાં શરૂ
કચ્છ ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન
જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ 18 હજારથી વધુ ગામોમાં વીજળી, ગામોને 24 કલાક થ્રી- ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો
સપ્ટેમ્બર 2024માં રાજ્યમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી સમિટ (RE-INVEST)નું આયોજન
સૌભાગ્ય યોજના હેઠળ વીજજોડાણો આપવામાં આવ્યા
મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ જાહેર
વર્ષ 2001-02માં રાજ્યની સ્થાપિત ક્ષમતા 8750 MW, જે વર્ષ 2024-25માં વધીને 55138 MW
વર્ષ 2001-02માં રાજ્યમાં વીજ ઉત્પાદન 50069 મિલિયન યુનિટ, વર્ષ 2024-25માં વધીને 156495 મિલિયન યુનિટ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યારસુધી 43.10 લાખથી વધુ લાભાર્થીઓને એલપીજી જોડાણ
વર્ષ 2023-24 સુધીમાં સોલાર રૂફટોપના લાભાર્થીઓને ₹715.94 કરોડ રૂપિયાની સબસિડી
પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત સોલાર રૂફટોપ લાભાર્થીઓને વર્ષ 2024-25માં ₹1181 કરોડની સબસિડી
PNG/LPG સહાય યોજના અંતર્ગત વર્ષ 2023-24માં 26 લાખથી વધુ લાભાર્થીઓને લાભ
ખેડૂતોનું હિત સુનિશ્વિત, ખેતરે ખેતરે હરિયાળી
કૃષિ ક્ષેત્રે આઇ-ખેડૂત પોર્ટલ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ, શૂન્ય ટકાના વ્યાજદરે ખેડૂતોને લોન, ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી, સોઇલ હેલ્થ કાર્ડ જેવી યોજનાઓને અમલી કરી
21 કૃષિ મહોત્સવ દ્વારા 2.25 કરોડથી વધુ ખેડૂતોને માર્ગદર્શન
સિંચાઈની સુવિધાઓ માટે નર્મદા નહેર, સુજલામ્ સુફલામ્ યોજના અને સૌની યોજના, ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ જેવી યોજનાઓ
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6000ની સહાય
છેલ્લા 24 વર્ષોમાં 69,000 કિમી લાંબા કેનાલ નેટવર્કનું નિર્માણ
કિસાન સમૃદ્ધિ કેન્દ્રો વન સ્ટોપ તરીકે વિકસિત, ખેડૂતોને ઘરઆંગણે આધુનિક સુવિધાઓ-માહિતી ઉપલબ્ધ
ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી તરીકે સ્થાપિત થશે
એમએસપી પર ખરીદીમાં દેશમાં કઠોળમાં 7350% અને તેલીબિયાંમાં 1500%નો વધારો
પાણીનું પાણીદાર આયોજન:
વર્ષ 2004માં સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ 14 મોટી પાઈપલાઇન દ્વારા ઉત્તર ગુજરાત અને છેક ભારત-પાકિસ્તાન બોર્ડર સુધી મા નર્મદાના પાણી પહોંચ્યા
આજે સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત 1.03 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની સુવિધા, 400 ગામડાને લાભ
પ્રથમવાર વડાપ્રધાન બન્યાના 17 જ દિવસમાં સરદાર સરોવર ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઇ જવા તેમજ તેના પર દરવાજા લગાવવાની મંજૂરી
આજે નર્મદાના નીર દરેક ઘર અને ખેતર સુધી પહોંચ્યા, ટેન્કર રાજનો અંત
નર્મદા પરિયોજનાથી વાર્ષિક 18.31 લાખ હેક્ટર વિસ્તારથી વધુમાં સિંચાઇ સુવિધા, 10453 ગામો, 190 શહેરો અને સાત મહાનગરપાલિકાઓમાં પીવાના પાણીની સુવિધા
સૌની (SAUNI) યોજના થકી સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પાણી પહોંચ્યા, સૌરાષ્ટ્રના 115 ચેકડેમ્સમાં નર્મદાના પાણી
સૂક્ષ્મ સિંચાઇ યોજનાથી 15.35 લાખથી વધુ ખેડૂતોને લાભ
રાજ્યનો 23.83 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ હેઠળ
રાજ્યના 15560 ગામડાઓ અને 238 શહેરોમાં પીવાના પાણીનો પુરવઠો સુનિશ્વિત
ગુજરાતના વલસાડ જિલ્લામાં એસ્ટોલ પ્રોજેક્ટ રાજ્યની જનતાને સમર્પિત
એસ્ટોલ પ્રોજેક્ટ થકી વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણી પહોંચ્યા
સર્વ માટે વાજબી, સુલભ આરોગ્ય સેવાઓ
સગર્ભા અને ધાત્રી માતાઓ, બાળકોને ઘરે જ પોષણયુક્ત આહાર માટે રાશન પહોંચાડવાનું શરૂ કર્યું
રાજ્યની આંગણવાડીઓમાં મહિલાઓને પોષણયુક્ત આહાર પહોંચાડવાની શરૂઆત
રાજ્યની કિશોરીઓને આયર્નની ગોળીઓ આપવાની શરૂઆત
વર્ષ 2001-02માં રાજ્યમાં આંગણવાડીની સંખ્યા 5995 હતી, જે વર્ષ 2024-25માં વધીને 53065 થઇ
હોસ્પિટલોમાં ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી દર 99.5 ટકાએ પહોંચ્યો
વિશ્વનું પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ ગુજરાતના જામનગરમાં નિર્માણાધીન.
ગુજરાતના રાજકોટમાં અદ્યતન સુવિધાઓ ધરાવતી AIIMS હોસ્પિટલ કાર્યરત
વર્ષ 2007માં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા અત્યાર સુધી 1.3 કરોડ ઇમરજન્સી કેસ અટેન્ડ કરવામાં આવ્યા
ગુજરાત મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન શરૂ કરનારું દેશનું પહેલું રાજ્ય
કોવિડ-19 મહામારી દરમિયાન સઘન રસીકરણ અભિયાન ચલાવ્યું, સમગ્ર ભારતમાં 220 કરોડથી વધુ રસીના ડોઝ
ગુજરાતમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી જેવી પ્રસિદ્ધ હોસ્પિટલોનું નિર્માણ
છેલ્લા 24 વર્ષોમાં રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 8 (2001-02) થી વધીને 41 (2024-25) થઈ
એમબીબીએસની બેઠકો 1375 (2001-02)થી વધીને 7250 (2024-25) થઈ
મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશનું ‘ગુજરાત મોડલ’ કેન્દ્ર સરકારે અપનાવ્યું
આભા (ABHA) સમગ્ર એબીડીએમ નેટવર્કમાં ડિજિટલ આરોગ્ય સેવાઓને સક્ષમ બનાવીને સારવારમાં સગવડ અને પારદર્શિતા સુનિશ્વિત કરે છે.
જન ઔષધિ કેન્દ્રોથી નાગરિકોને પરવડે તેવી દવાઓની સુવિધા.
મિશન ઇન્દ્રધનુષ દ્વારા બાળકો અને સગર્ભા મહિલાઓને 12 રોગો સામે લડવા રસી આપવામાં આવે છે
વંચિતો વિકાસની વાટે
વર્ષ 2009માં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ, અત્યારસુધીમાં રાજ્યમાં 14 ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન થકી 1.91 કરોડ નાગરિકોને લાભ
આદિજાતિ બાંધવોના કલ્યાણ અને વિકાસ માટે વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત
સાગરકાંઠાના ગરીબ સાગરખેડુઓના કલ્યાણ અને વિકાસ અર્થે સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજનાનો પ્રારંભ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2012માં રાજયભરના ગામડાઓમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે શહેરોમાં આવતા SC, ST, OBCઅને EBCવર્ગના જરૂરિયાતમંદ હોશિયાર અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને શહેરોમાં વિનામૂલ્યે રહેવા, જમવા અને અન્ય તમામ સુવિધાઓ મળી રહે તેમજ આધુનિક અને વાત્સલ્યસભર વાતાવરણમાં જાતિ-જ્ઞાતિના બંધનોથી પર થઈને વિદ્યા પ્રાપ્તિ કરી શકે તે માટે એક આદર્શ અને અદ્યતન સુવિધાયુકત “સમરસ છાત્રાલયો”નું નિર્માણ
ભારતમાં સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2006થી સિકલસેલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત.
આદિજાતિ ક્ષેત્રોના વિદ્યાર્થીઓ માટે પંચમહાલ જિલ્લામાં શ્રી ગોવિંદગુરુ સિંહ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના
આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજ, નર્સિંગ સ્કૂલ તેમજ નર્સિંગ હોસ્ટેલની સ્થાપના.
જનજાતીય ગૌરવ દિવસ દ્વારા આદિવાસી નાયક બિરસા મુંડાનું સન્માન
ઔદ્યોગિક ઉત્થાન લાવ્યું સમૃદ્ધિ અપાર
2003માં SEZ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્કના નિર્માણ માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો
વર્ષ 2003માં આંતરરાષ્ટ્રીય સ્તરની ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની શરૂઆત
વર્ષ 2023-24માં રાજ્યમાં 44.42 બિલિયન યુએસ ડૉલરનું FDI પ્રાપ્ત થયું
ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અલગ GIDC (ઔદ્યોગિક વિસ્તારો)ની શરૂઆત
વર્ષ 2008માં ગુજરાતમાં ટાટા નેનોના પ્લાન્ટને મંજૂરી, આજે મારૂતિ, ફોર્ડ, હોન્ડા જેવી કંપનીઓની હાજરી સાથે ગુજરાત દેશનું ઓટોમોબાઈલ હબ
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક-સિટી (GIFT સિટી)ની સ્થાપના
ગુજરાતમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટેન્ટ રિજન (PCPIR) કાર્યરત
ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે
ભારતે વર્ષ 2023માં પ્રથમ વખત G20 દેશોની અધ્યક્ષતા કરી, જે અંતર્ગત ગુજરાતમાં 18 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન
ગુજરાત આજે દેશનું 40 ટકા કાર્ગો હેન્ડલ કરે છે. રાજ્યમાં 48 નોન મેજર અને 1 મેજર પોર્ટ એમ કુલ 49 બંદરો કાર્યરત.
વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન
પ્રવાસનને નવી પાંખો
વર્ષ 2005માં ‘રણોત્સવ’ ની શરૂઆત. ફક્ત ત્રણ દિવસીય કાર્યક્રમ તરીકે શરૂ થયેલ રણોત્સવ આજે 4 મહિનાના લાંબા કાર્યક્રમમાં પરિણમ્યો
યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર
પાટણની રાણકી વાવ, ધોળાવીરા, અમદાવાદ શહેર અને ચાંપાનેરનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ
વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના આયોજન થકી ગુજરાતની નવરાત્રિ અને તેના ગરબાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ
યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” ની યાદીમાં સ્થાન
ઉત્તરાયણના તહેવાર પ્રત્યે દેશ-વિદેશના લોકોને આકર્ષિત કરવા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત
વર્ષ 2009માં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ
વડનગરની ગાયિકા બહેનોની સ્મૃતિમાં દર વર્ષે તાનારીરી મહોત્સવ તેમજ ભારતીય નૃત્ય સંસ્કૃતિને ઉજાગર કરવા મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચાઇ ધરાવતી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ
પાવાગઢ ખાતે મહાકાળી માતાના નવનિર્મિત મંદિરના શિખર પર 500 વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું
₹61 કરોડથી વધુના ખર્ચે અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા પથનો વિકાસ.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન.
ઓક્ટોબર 2020માં જૂનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ
₹1200 કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો પુનઃવિકાસ કરવાનું આયોજન
26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ
કચ્છના ભૂકંપમાં અંજાર શહેરમાં દટાઇ ગયેલા બાળકો અને શિક્ષકોની સ્મૃતિમાં અંજાર શહેરની બહાર વીર બાળ સ્મારકનું નિર્માણ
વર્ષ 2020માં શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ બીચ તરીકે માન્યતા મળી
નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દ્વારા બોર્ડર ટુરિઝમનો વિકાસ
UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ
વડનગર ખાતે 13,525 ચોમી વિસ્તારમાં ભારતના પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમનું નિર્માણ
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી ગતિ, નાગરિક સુવિધામાં પ્રગતિ
2003માં SWAGAT (સ્વાગત – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત
GSWAN દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકાઓમાં જોડાણ, 6 હજારથી વધુ સરકારી વિભાગો વચ્ચે ડિજિટલ કમ્યુનિકેશનની સુવિધા
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી માટે પ્રગતિપથ, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ, રાજ્યના પ્રવાસન સ્થળોને કનેક્ટિવિટી આપવા માટે પ્રવાસીપથ, અને ગામડાના ખેડૂતો માટે શહેરી વિસ્તારો સુધી કનેક્ટિવિટી આપવા માટે કિસાનપથ યોજનાની શરૂઆત.
ભારત સરકાર દ્વારા જૂન 2015માં જાહેર થયેલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી, ₹11 હજાર કરોડથી વધુના 348 પ્રોજેક્ટ પૂર્ણ.
વર્ષ 2017માં ગુજરાતને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભેટ
અમદાવાદ મેટ્રો ફેઝ-1નું સપ્ટેમ્બર 2022માં, જ્યારે અમદાવાદ મેટ્રો ફેઝ-2નું 2024માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ
સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપી, આજે રાજ્યમાં 5 વંદે ભારત ટ્રેનની સુવિધા.
રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ
સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત
સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચવુ પ્રવાસીઓ માટે સરળ બને તે માટે કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન
જુલાઇ 2022માં તારંગા હિલથી અંબાજી આબુ રોડના 116.65 કિમી લાંબા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી
સાબરમતી નદી પર આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ
ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાને દર્શાવવા માટે ₹3500 કરોડના ખર્ચે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) નિર્માણાધીન.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિશ્વ સ્તરીય મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરનું નિર્માણ
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં રેલવે સ્ટેશનનો અત્યાધુનિક વિકાસ કરવામાં આવ્યો.
આ રેલવે સ્ટેશનની ઉપર જ ગુજરાત આવતા પ્રવાસીઓની સુવિધા માટે ફાઇવ સ્ટાર હોટલ ‘ધ લીલા’નું પણ નિર્માણ કરવામાં આવ્યું.
સમગ્ર દેશમાં ઉડાન યોજના હેઠળ 10 વર્ષમાં 85 નવા હવાઇ મથકોનું નિર્માણ અને 88 સ્થળોનું જોડાણ
નારી શક્તિને મળી નવી પાંખ
મહિલા અને બાળ કલ્યાણ માટેના અલાયદા વિભાગની રચના
નારી ગૌરવ નીતિનું ગઠન કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય
મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સખીમંડળોની રચના.
દેશમાં સૌપ્રથમ ચિરંજીવી યોજના ગુજરાતમાં અમલી, જે હેઠલ માતાઓને દવાખાનામાં વિનામૂલ્યે પ્રસૂતિ સારવાર
દવાખાનામાં પ્રસૂતિ થયેલી માતા-બાળકને વિનામૂલ્યે સલામત ઘરે પહોંચાડવા માટે ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
રાજ્યમાં સાણંદ, હાલોલ, જુનેદમાં વિશેષ મહિલા ઔદ્યોગિક પાર્ક (વુમન એન્ટરપ્રેન્યોરશિપ પાર્ક) કાર્યરત
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓ માટે 50 ટકા અનામતની સિસ્ટમ અમલી
કેન્દ્ર સ્તરે મહિલા સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અમલી જેમ કે, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 21.11 લાખ ખાતા ખોલવામાં આવ્યા
વડાપ્રધાનશ્રીના હસ્તે 17 સપ્ટેમ્બર 2025થી ‘સ્વસ્થ નારી, સશક્ત રરિવાર’ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.
ચાલુ પગારે પ્રસૂતિ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા સુધી કરવામાં આવી.
રાષ્ટ્ર પ્રથમ, જનહિતમાં સમર્પિત નેતૃત્વ
2016માં સર્જિકલ સ્ટ્રાઇક, 2019માં એરસ્ટ્રાઇક અન 2025માં ઓપરેશન સિંદૂરથી ભારતનો આતંકવાદ સામે જડબાતોડ જવાબ અને દેશના સાર્વભૌમત્વની રક્ષા.
ઓપરેશન સિંદૂર હેઠળ નિયંત્રણ રેખાની પાર અને પાકિસ્તાનમાં છેક અંદર સુધી 9 આતંકવાદી શિબિરોનો સફાયો કરવામાં આવ્યો.
2014થી સંરક્ષણ નિકાસમાં 34 ગણો વધારો, વૈશ્વિક સંરક્ષણ કેન્દ્ર તરીકે ભારતનો ઉદય
ત્રિપલ તલાકનો કાયદો નાબૂદ કરીને મુસ્લિમ મહિલાઓ સામે થતા
અન્યાય પર નિયંત્રણ.
ભારતના બંધારણમાંથી કલમ 370 અને કલમ 35એ દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય.
ઓપરેશન ગંગા હેઠળ 23 હજાર ભારતીયોને યુક્રેનમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા.
x-x-x