Rajkot: જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદના લીધે ૨૫ લોકોને સલામતસ્થળે આશરો અપાયો

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની આપત્તિ દરમિયાન સંભવિત જોખમ સામે તકેદારીના પગલાં લઈ રહ્યું છે. ત્યારે તા. ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૧૧.૩૦ કલાકની સ્થિતિ સુધીમાં જામકંડોરણા-ગોંડલ હાઇવે પર ફોફડ નદીના પુલ સામે આવેલા ખેતર પાસેથી ૨ બાળકો, ૧ મહિલા અને ૧ પુરુષ મળી કુલ ૪ નાગરિકોને ખેતરમાલિકના ઘરે સ્થળાંતર કરાયા હતા. તેમજ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામના ૨ બાળકો, ૧ મહિલા અને ૧ પુરુષ મળી કુલ ૪ નાગરિકોને સગા-સંબંધીના ઘરે, મોટા દૂધીવદર ગામના ૧ મહિલા અને ૧ પુરુષ મળી કુલ ૨ નાગરિકોને ખેતરમાલિકના ઘરે અને જુના માત્રાવડ ગામના ૭ બાળકો, ૪ મહિલાઓ અને ૪ પુરુષો મળી કુલ ૪ નાગરિકોને નવા માત્રાવડ પ્રાથમિક શાળા ખાતે ખસેડાયા હતા. આમ, ભારે વરસાદના લીધે કુલ ૨૫ લોકોને સલામતસ્થળે આશરો અપાયો હતો, તેમ ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખીયાની યાદીમાં જણાવાયું છે.


