ધ્રાંગધ્રાના નવલગઢ ગામે દારૂનું વેચાણ બંધ કરાવવા ગ્રામજનો પહોંચ્યા પોલીસ મથકે
સરપંચ સહિતના આગેવાનોએ પોલીસને વારંવાર રજૂઆત છતાં પણ દારૂનું વેચાણ બંધ ન થતા રોષ ફેલાયો

તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સરપંચ સહિતના આગેવાનોએ પોલીસને વારંવાર રજૂઆત છતાં પણ દારૂનું વેચાણ બંધ ન થતા રોષ ફેલાયો, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે દારૂનું વેચાણ થતા હોવાની વારંવાર ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને આ સંદર્ભે પોલીસને જાણ પણ કરવામાં આવી છે કે છતાં પણ ગામમાં આવેલી સીમ વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં ન આવતા ગ્રામજનો તાલુકા પોલીસ મથક ખાતે પહોંચી આવ્યા છે ગ્રામજનો દ્વારા 19 ઓગસ્ટના રોજ પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી ગામમાં ચાલતા ગોરખ ધંધાઓ બંધ કરાવી અને દારૂના ધંધાઓ બંધ કરાવવા માટે માંગ કરવામાં આવી હતી પ્રખ્યાત બુટલેગરો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સદંતર પર દારૂનું વેચાણ બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી તે છતાં પણ ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના પગલા ભરવામાં ન આવતા આજે ગ્રામજનો દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે એકત્રિત થઈ અને સૂત્રોચાર કરી અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવી વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે અગામી દિવસોમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે અને ધાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈને રજૂઆત પણ કરવામાં આવી છે.




