
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
બિદડા સર્વોદય હોસ્પિટલ ખાતે બાવનમો મેઘા મેડિકલ અને સર્જીકલ કેમ્પનો પ્રારંભ કરાયો હતો.દાતા ડો.કિશોર વોરા અને બીનાબેન વોરા પરિવારના સહયોગથી આયોજિત કેમ્પનો પ્રારંભ મહાનુભાવના હસ્તે રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય વડે કરાયો હતો.
આ પ્રસંગે જૈન મુનિ દિનેશ ચંદ્રજી માહારાજ સાહેબે માંગલિક રૂપી આશીશ પાઠવ્યા હતા.
આ પ્રસંગે આઈ રેટીનાના મશીનની તકતીનું પણ અનાવરણ કરાયું હતું.
અમેરિકા થી ખાસ મુખ્ય પધારેલા મહેમાન ડો.કિશોર વોરા અને બીનાબેન વોરા,ડો.જયેશ શાહ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જન્મભુમિ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપર સૌરાષ્ટ્ર કચ્છ ના મેનેજીંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા,ભોજાય હોસ્પિટલના લીલાધરભાઈ ગડા,ધવલ વિસરિયા, મહેન્દ્ર મારુ, નિતીન દેઢિયા, વિ.કે. શાહ, જીગ્નેશ દોશીનું ટ્રસ્ટ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. ચેરમેન વિજયભાઈ છેડા દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. આ કેમ્પમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ નુ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં વાકયુલર સર્જરી કરતા ડૉ. કિશોરભાઈ વોરા અને બીનાબેન વોરાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. મહેન્દ્રભાઈ નેચરોપેથીના કેમ્પને સ્પોન્સર કરે છે. નીતિનભાઈ,ડૉ.શાંતિ કેન્યા,વી. કે. શાહનો આભાર માન્યો હતો. સ્વ.બચુભાઈ રાંભિયા તેમજ લીલાધરભાઈ ગડા (અધા) ના પગલે ચાલવાની ખાતરી આપી હતી.બિદડા સર્વોદય હોસ્પિટલમાં ત્રાંસી આંખના પણ ઓપરેશન કરવામાં આવે છે.અને આ સંસ્થા માં પશુઓ માટે કૃત્રિમ પગ બનાવી ને દસેક ગાયોને ચાલતી કરવામાં આવી હતી.એક બહેન નુ અકસ્માત માં પગ કપાઈ જતાં બહેનને ચાલવા માટે ગણી તકલીફ પડી રહી હતી તો તે બહેને બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ નુ અભીપ્રાય મડતા તે બહેને બિદડા સર્વોદય હોસ્પિટલમાં આવીને કૃત્રિમ પગ બનાવી ને આજે બેન ચાલતા થયા છે તો તે બહેને પણ સંસ્થા નુ હ્રદય પુર્વક આભાર માન્યો હતો.જૈન મુનિ મહારાજ શ્રીઓ માટે આઠ ઉપાશ્રય હતા,જે વધારીને ૧૨ ઉપાશ્રય કરાયા છે અને જૈન મુનિ મહારાજ શ્રીઓ ને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પોતાના માતા અને પિતાને મોકલાવી અને સારી ટ્રીટમેન્ટનો અનુભવનું વર્ણન કર્યું હતું અને આ કેમ્પમાં વધું લોકો ભાગ લે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું,
માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ દાતાઓને સેવાના યજ્ઞમાં આહુતિ આપવા માટે અને પ્રાકૃતિક ભોજન વિશે અનુરોધ કર્યો હતો.જન્મભુમિ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપર સૌરાષ્ટ્ર કચ્છ ના મેનેજીંગ ટ્રસ્ટી હાર્દિક બાંભણિયાએ બિદડાને વેલનેસ વિલેજ બનાવવા માટે ગ્રામજનોના સહયોગની અપેક્ષા સેવી હતી.
બિદડા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા બિદડા સર્વોદય ટ્રસ્ટને સાત કરોડ તેતાલીસ લાખની રકમનો ચેક અર્પણ કરાયો હતો. જયાબેન રિહેબ સેન્ટરની ટીમ અને અન્ય સેવારત કરતા ડોક્ટરોને મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે જૈન સાધ્વી મહારાજ શ્રીઓની પાવન નીશ્રા રહી હતી. આ કાર્યક્રમમાં બિદડા ગામ ના સરપંચ જયાબેન પ્રવિણભાઇ છાભૈયા, ડૉ.મયુર મોતા, ડૉ.મુકેશ દોશી,રાકેશભાઈ શાહ, ડૉ.શાંતિભાઈ કેન્યા, ડૉ.મહેન્દ્ર મારૂ,હરેશભાઈ શાહ,દિલીપભાઈ શાહ, ડૉ.નીતિન દેઢિયા, ડૉ.વિરેન્દ્ર,વસંત ગલિયા, સુરેશભાઈ સંઘાર, મુન્દ્રા પાંજરાપોળ ટ્રસ્ટી હિરેનભાઇ સાવલા, બિદડા તમાંમ સમાજના આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા ગુલામ હુસેન સૈયદ, ભરત સંગાર, ઉમરશીભાઈ ચંદે,મેહુલ ગોર અને મેડિકલ સ્ટાફે સંભાળી હતી.આ કાર્યક્રમનું સંચાલન રીટાબેન હરિયા અને આભાર વિધિ શરદભાઈ રાંભિયાએ કરી હતી.


















