GANDHINAGARKALOL

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જા. વે. ફા.ના ગુજરાતમાં કી પોસ્ટ ધરાવનારા સભ્યો માટે કલોલ મુકામે યોજાઈ અગત્યની બેઠક

*આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જા. વે. ફા.ના ગુજરાતમાં કી પોસ્ટ ધરાવનારા સભ્યો માટે કલોલ મુકામે યોજાઈ અગત્યની બેઠક*

*જાયન્ટસ ગ્રુપ ઑફ કલોલ પ્લેટીનમના યજમાનપદે ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન બળદેવ પટેલ અધ્યક્ષપદે તથા જા.વે.ફા.ના એડમિનિસ્ટ્રેશન ડાયરેકટર વિરેન્દ્ર ઐયર મુખ્યમહેમાન*
◾ કલોલ: (કમલેશ પારેખ દ્વારા): આંતરરાષ્ટ્રીય સ્વદેશી સેવાકીય સંસ્થા જા. વે. ફા. દ્વારા જાયન્ટસ મુવમેન્ટને વધુ વિકાસશીલ અને ઉન્નતિસભર બનાવી જાયન્ટસના કાર્યોને વધુ સક્ષમ કરવાના હેતુ અર્થે જાયન્ટસ ગ્રુપ ઑફ કલોલ પ્લેટીનમના સૌજન્યથી ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન શ્રી બળદેવ પટેલ (અમદાવાદ નોર્થ)ના અધ્યક્ષપણા હેઠળ તથા એડમિનિસ્ટ્રેશન ડાયરેકટર (હેડ ક્વાર્ટર) શ્રી વિરેન્દ્ર ઐયર મુખ્યમહેમાનપદે સેવાકીય સંસ્થાના સેન્ટ્રલ કમીટી મેમ્બર્સ, સ્પે. કમીટી મેમ્બર્સ, સ્પે. ઑફિસર, એડવાઈઝર અને ફેડરેશન ૩-એ, ૩-બી, ૩સીના પ્રમુખોની એક અગત્યની બેઠક તા. ૨૮મીને રવિવારે શ્રી કૌશિક પટેલના ફાર્મ હાઉસ અત્રેના માધવબાગ, ઓળા ચોકડી પાસે, કલોલ મુકામે સવારે ૧૧-૦૦ કલાકે યોજાઇ હતી. પ્રારંભમાં મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય અને જાયન્ટસ પ્રાર્થના તથા યજમાન ગ્રુપ પ્રમુખ શ્રી કૃણાલ કોઠારી અને ડેપ્યુટી વર્લ્ડ ચરેમેન શ્રી બળદેવ પટેલે આવકાર વક્તવ્યથી આવકાર્યા હતા. બેઠકના અધ્યક્ષ અને મુખ્યમહેનાને શાલ-પુષ્પગુચ્છ-સ્મૃતિભેટ વડે બહુમાન કર્યા બાદ સદર સંસ્થાની કી પોસ્ટ ધરાવનારા ઉપસ્થિત સભ્યોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપી અભિવાદન યજમાન ગ્રુપના સભ્યો સર્વશ્રી રાકેશ પ્રજાપતિ, કિરણબેન સોની, સંજય વ્યાસ, કાંતિ પટેલ, મોનાબેન પટેલ, પારૂલબેન, ગૌરીબેન, અનુજ, વીણાબેન, વર્ષાબેન વગેરે દ્વારા કરાયું હતું. ફેડરેશન ૩એના શ્રી રાજેશ શર્મા તરફથી સ્મૃતિભેટ તેમજ ફેડરેશન ૩બીના પ્રમુખ શ્રી શાંતિલાલ પટેલ અને સ્પે. ઑફિસર શ્રી કમલેશ પારેખ દ્વારા અનુક્રમે ગ્રુપોના હોદ્દેદાર માટેની માર્ગદર્શિકા “મિત્રતા” પુસ્તક તથા ગુજરાતમિત્ર સંત્સંગ પૂર્તિના લેખક શ્રી અનુપ પી. શાહ લિખિત “સાત્વિક ઈચ્છાપૂર્તિ માટે ૐ” પુસ્તક ઉપસ્થિતોને અપાયા હતા. ફેડરેશન ૩એના પ્રેસીડન્ટ શ્રી રાજેશ શર્મા (જા. ગ્રુ. ઑફ નર્મદનગરી સુરત), ફેડરેશન ૩બીના પ્રેસીડન્ટ શ્રી શાંતિલાલ પટેલ (જા. ગ્રુ. ઑફ ભુજ) અને ફેડરેશન ૩સીના પ્રેસીડન્ટ શ્રી ભરત પટેલ (જા. ગ્રુ. ઑફ કલોલ મેઈન)એ તેમની નિયુક્તિ પછી તેઓ કામગીરીનો હેવાલ તેમજ ભાવિ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી. સ્પે. ઑફિસર શ્રી કમલેશ પારેખ (ફેડ.૩એ સુરત મેઈન)એ સંસ્થાના ઉદ્દેશો પાર પાડવા અને ઉત્તમ પરિણામો મેળવવા માટે જાયન્ટસના પ્રચાર – પ્રસાર ઉપર ભાર મુકી ઉપસ્થિત સિનિયર સભ્યોને તેઓના તાબા હેઠળના ગ્રુપો દ્વારા પ્રસારણ કરાવવા વિનંતી કરી હતી. એડવાઈઝર ડૉ. હસમુખ પટેલે સંસ્થાના સ્થાપક દિવંગત પદ્મશ્રી નાના ચુડાસના જન્મ દિને ઓર્ગન ડોનેશન અને દેહદાન કાર્યક્રમ યોજવા અંગેની વિગતો આપી હતી તથા સંસ્થાના આધાર સ્તંભ ગણાતા સ્પે. કમીટી સભ્યો સર્વશ્રી કે. એ. ડેરીયા (ફેડ. ૩સી પ્રાંતિજ), મહેન્દ્ર પટેલ (ફેડ. ૩બી અમદાવાદ મેઈન), કૌશિક પટેલ (ફેડ. ૩સી કલોલ પ્લેટીનમ) સહિત સેન્ટ્રલ કમીટી સદસ્યો સર્વશ્રી અનિલ દલાલ (ફેડ. ૩એ ગ્રેટર સુરત), રસિક સુથાર (ફેડ. ૩બી અમદાવાદ નોર્થ), રાજેશ દેસાઈ (ફેડ. ૩બી શિહોર), કાંતિલાલ પટેલ (ફેડ. ૩બી અમદાવાદ શાહીબાગ) દ્વારા સંસ્થાના વિકાસ-વિસ્તાર અને પ્રભાવ વધારવા માટે કેટલીક મહત્ત્વની વાતો સાથે કેટલાક સુચનો રજૂ કર્યા હતા. તંદુરસ્ત ચર્ચા પછી મુખ્યમહેમાનપદેથી શ્રી વિરેન્દ્રભાઈએ સંસ્થાના વિકાસ અને પ્રભાવ વધારવા અગત્યનું માર્ગદર્શન આપ્યું હતુ. શ્રી બળદેવભાઈએ સમાપનમાં સર્વની કામગીરીની સરાહના કરી સંસ્થાના ઉદેશો પાર પાડવા અને ઉત્તમ પરિણામો મેળવવા માટે માર્ગદર્શન પ્રદાન કર્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન ફેડ. ૩બીના પૂર્વ પ્રમુખ શ્રીમતી વિણાબેન પટેલ (ફેડ. ૩બી)એ કર્યું હતું અને આભારવિધિ શ્રી ભાવેશ પટેલે આટોપી હતી. અંતે રાષ્ટ્રગાન અને સુરુચિ ભોજન બાદ પુન: એકબીજાને મળવાની અપેક્ષા સહિત સેવા કાર્યના લક્ષાર્થે વિખુટા થયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!