GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતની પ્રાથમિક-માધ્યમિક શાળાઓના દિવાળી વેકેશનની તારીખ જાહેર

દિવાળીના તહેવારને લઈને રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટા ખુશખબર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું લાંબુ દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વેકેશનની તારીખોમાં થોડો તફાવત રાખવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વેકેશનની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે અને તે 5 નવેમ્બર સુધી ચાલશે. જ્યારે પ્રાથમિક વિભાગમાં વેકેશન 17 ઓક્ટોબરથી શરૂ થશે અને 6 નવેમ્બર સુધી રહેશે.

આ જાહેરાતને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 21 દિવસના આ લાંબા વિરામથી સૌને તહેવારોની ઉજવણી કરવા અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે પૂરતો સમય મળી રહેશે. વેકેશન પૂર્ણ થયા બાદ નિયત તારીખે શાળાઓમાં ફરી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થશે.

Back to top button
error: Content is protected !!