કાલોલ નું ગૌરવ.પવન મુક્તાસન આસન મા સૌથી ઝડપી હનુમાન ચાલીસા બોલી ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ મા સ્થાન મેળવ્યુ
તારીખ ૧૯/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ની શાળામા આચાર્ય તરીકે ફરજ બજાવતા કાલોલ ના વતની વરીયા કૃણાલ નરેશભાઈ ના સુપુત્ર અંશ વરીયા કે જેઓ હાલ સૈનિક સ્કુલ મંદસૌર (એમ.પી) માં ધોરણ આંઠ માં અભ્યાસ કરે છે તેમણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે.અંશ વરીયા દ્વારા પવન મુક્તાસન આસન ના યોગ પોઝમાં નાની ઉંમરમાં સૌથી ઝડપી હનુમાન ચાલીસા મોઢે બોલવાનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. અંશ વરીયા દ્વારા આ રેકોર્ડ ૧ મિનીટ અને ૨૨ સેકન્ડમાં પૂર્ણ કરેલ છે. આ રેકોર્ડ તેમના દ્વારા ૧૪ વર્ષ, ૨ મહિના અને ૩૦ દિવસની ઉમરમાં બનાવવામાં આવ્યો છે.જે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ૩૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ નોંધવામાં આવ્યો છે. અંશના માતા–પિતાના જણાવ્યા મુજબ તેને ૪ વર્ષની ઉમરથીજ હનુમાન ચાલીસા કંઠસ્થ આવડતી હતી અને બાળપણથી જ તેને આ બાબતમાં પોતાનો રેકોર્ડ બનાવવો હતો.આ રેકોર્ડ બનાવવામાં તેને ક્યારે પણ હાર નહિ માનવાની તેની મનોવૃત્તિ કામે આવી છે.આ દ્વારા અંશે સમાજના બીજા બાળકોને પણ પોતાના લક્ષ્ય માટે અથાગ મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડી છે. આ પ્રસંગે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા અંશ વરીયાને પ્રસંશા પત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.આ તબક્કે સૈનિક સ્કુલ મંદસૌર ના મેનેજર, પ્રિન્સીપાલ,વાઈસ પ્રિન્સીપાલ અને સમગ્ર સ્ટાફ દ્વારા શાળાનું નામ રોશન કરવા બદલ અંશ વરીયાને શુભેચ્છા પાઠવી હતી.