GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
ભારતમાં કોવિડ ચેપની 2025માં પ્રથમ વખત સક્રિય કેસની સંખ્યા પાંચ હજારને પાર !!!
ગુજરાતમાં કોરોનાના 170 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 717ને પાર
ભારતમાં કોવિડ ચેપની સંખ્યા સતત વધી રહી છે. ચેપની આ સંખ્યા પાંચ હજારને પાર થઈ ગઈ છે. દેશભરમાં હાલમાં 5,364 સક્રિય કેસ નોંધાયા છે. 2025માં પ્રથમ વખત સક્રિય કેસની સંખ્યા પાંચ હજારને પાર થઈ છે. કર્ણાટકના દાવણગેરેમાં 65 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે કોરોના વાયરસથી સંક્રમિત હતો. આ વ્યક્તિ અન્ય બીમારીઓથી પણ પીડાતો હતો. તેમના નિધનથી ગુરુવાર સુધી કર્ણાટકમાં કોરોના વાયરસ સંબંધિત મૃત્યુની સંખ્યા સાત થઈ ગઈ છે. ગુરુવારે કર્ણાટકમાં કુલ સંક્રમિત કેસ 65 હતા, જેનાથી જાન્યુઆરીથી અત્યાર સુધીના કુલ કેસ 796 થયા છે.
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસના 98 નવા કેસ નોંધાયા, જેનાથી રાજ્યમાં આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા 1,162 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે નોંધાયેલા 98 કેસમાંથી 48 કેસ પુણે જિલ્લામાંથી, 34 મુંબઈમાંથી અને 6 ઠાણેમાંથી છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ 14,565 નમૂનાની તપાસ કરવામાં આવી, જેમાંથી 1,162 સક્રિય નોંધાયા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 717 પર પહોંચી ગઈ છે. જેમાંથી 23 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 694 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 68 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.