ભરૂચ: એસ.ટી વિભાગ નો અંધેર વહીવટ, ડિઝલ ભરવા માણસ ના આવતા વિધાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકી…
સમીર પટેલ, ભરૂચ
વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો હેરાન થતાના આક્ષેપ…
ભરૂચ એસ.ટી વિભાગ ની હાઇવે લાઈન ની બસોમા રોજના હજારો વિધાર્થીઓ તેમજ મુસાફરો અપ ડાવઉ કરતા હોઈ છે અને અવાર નવાર એસ. ટી બસો મા લોકોને મુશ્કિલીનો સામનો કરવો પડતો હોઈ છે આજરોજ માંચની બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભોલાવ ડેપો પરથી સીટીના ડેપો સુધી પહોંચવા એક કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજનું પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે જેમાં ભરૂચના માંચ, નબીપુર, જંગાર સહિતના ગામોથી રોજ 200 થી વધારે વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે. જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર એક કલાકનો સમય થાય છે પણ આ વિદ્યાર્થીઓને એસ.ટી વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે માંચ, ઝંગાર, નબીપુર થી બસ ભોલવ ખાતે આવેલા ડેપો પર પોહોંચતા એક કલાકનો સમય લાગતો હોય છે પરંતુ એસ. ટી વિભાગની લાપરવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરાવવામાં એક કલાક નો સમય લાગી રહ્યો છે. આ બસો માંચ, ઝંગાર, નબીપુર થી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવા માટે આવે છે જેને ડીઝલ પુરાવા માટે સવારના સમયે માણસ ના હોવાના કારણે એક કલાકથી વધુનો સમય થતો હોય છે જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને તાપમાં બસની રાહ જોવા તપસ્યા કરવી પડે છે અને સમય પર પોતાના સ્થળે પહોંચવા વિલંબ સાથે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જે બાબતે એ.સીટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરાઈ છે.
આ બાબતે ડેપો મેનેજર વિશાલ છત્રીવાળા એ જણાવ્યું હતું કે ડેપો ના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચવા થી આ તકલીફ સામે આવી છે પરંતુ આવનાર સમયમાં આ તકલીફને દૂર કરી દેવામાં આવશે.