GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

Gandhinagar : Patidar Samajની ચિંતન શિબિરમાં લેવામાં આવ્યા મહત્વના મોટા નિર્ણયો..

ગાંધીનગરમાં આજે પાટીદાર ચિંતિન શિબિર યોજવામાં આવી હતી. આ ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ, પૂર્વિન પટેલ, રેશ્મા પટેલ સહિત ઘણા પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર ચિંતિન શિબિર બાદ તેમાં થયેલી ચર્ચા અંગે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપવામાં આવી હતી.

ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ પાટીદાર આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં વરૂણ પટેલે કહ્યુ કે છેલ્લા 10 વર્ષમાં સમાજને શું મળ્યું અને શું બાકી છે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યુ કે કુલ 10 મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, જે અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.

વરૂણ પટેલે કહ્યુ કે પાસ અને એસપીજીએ સાથે મળી આજે ચિંતન શિબિર યોજાઈ હતી. સમાજનો અવાજ સંભળાય તે માટે પ્રયાસ કરાશે. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ અને શિક્ષિત દરેક સમાજનો પ્રશ્ન લગ્નનો નહીં પરંતુ ભાગીને કરાતા લગ્નનો છે. તે મુદ્દે ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું કે માતા-પિતાની સંપત્તિથી લગ્ન થાય તેવી માગણી સરકાર સમક્ષ કરાશે. ઉત્તર પ્રદેશની સરકારે જે કર્યું છે તે બીજા રાજ્યની સરકાર પણ કરી શકે.

વરૂણ પટેલે કહ્યુ કે પાટીદાર ચિંતન શિબિરમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો ચિંતાનો વિષય છે. તે મુદ્દે ચર્ચા કરવામાં આવી. વ્યાજખોરો દ્વારા વ્યાજે પૈસા આપવામાં આવે અને પછી મિલ્કત પચાવી લેવી તે મોટું ષડયંત્ર છે. આ બાબતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે તે કામ સરકારે કહ્યું હતું.

ગોંડલ મુદ્દે વાત કરતા તેમણે કહ્યુ કે સરકારે ગોંડલમાં જે પગલાં લેવા હોય તે લે પરંતુ ભયવાળું વાતાવરણ ન ચાલે. તેમણે માંગ કરી કે ભયમુક્ત ગોંડલનું સર્જન સરકારે કરવું જોઈએ. આ સિવાય તેમણે કહ્યું કે સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત દાખલ કરવામાં આવી છે, તે રીતે EWS ને પણ અનામત આપવામાં આવે તેવી અમારી માંગ છે.

આ સિવાય પાટીદારો પર જે કેસ બાકી છે, તેની ચર્ચા કરવામાં આવી હતી. તો કરમસદને સરદાર ધામ તરીકે વિકસાવવાની માંગ પાટીદાર નેતાઓ દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આણંદ મહાનગર પાલિકામાંથી કરમસદને બાકાત રાખી તેનું અલગ અસ્તિત્વ રાખવામાં આવે. આ સિવાય બિન અનામત પંચમાં લાંબા સમયથી ચેરમેન અને અધિકારીઓની નિમણૂંક બાકી છે તે ઝડપી પૂર્ણ કરવામાં આવે. વરૂણ પટેલે કહ્યુ કે આ દરેક મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આગામી સપ્તાહે રજૂઆત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!