GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

આરોગ્ય કર્મચારીઓને સરકારનું અલ્ટીમેટમ, 3 એપ્રિલે હાજર થાઓ નહીંતર પગલાં પાછા…

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને 16 દિવસ વિત્યાં છે, ત્યારે હજુય સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મડાગાઠ જારી છે. જોકે, સરકારે છેલ્લું અલ્ટીમેટમ આપ્યું છે કે, જો ત્રીજી તારીખ સુધી હાજર નહીં થાવ તો જે કર્મચારીઓ સામે પગલાં લેવાયાં છે તે પરત લેવાશે નહીં.

આરોગ્ય કર્મચારીઓએ વણઉકેલાયા પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી છે. 1428 આરોગ્ય કર્મચારીઓેને ટર્મિનેટ કરાયા છે. આ ઉપરાંત પાંચેક હજાર કર્મચારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આમ છતાંય આરોગ્ય કર્મચારીઓ લડત લડવા અડગ રહ્યા છે અને માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ શરૂ રાખવાનું કહ્યું છે.

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ ગુલાબના ફૂલ વહેચીને ગાંધીગીરી કરી હતી. આરોગ્ય કર્મચારી સંઘે એલાન કર્યું છે કે, જ્યાં સુધી સરકાર વાટાઘાટો નહી કરે, કર્મચારીઓની માંગ સ્વીકારશે નહીં ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. રાજ્ય સરકારના અલ્ટીમેટમ છતાંય ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ ટસથી મસ થવા તૈયાર નથી. આ જોતાં આગામી દિવસોમાં કર્મચારી અને સરકાર વચ્ચે ખેંચતાણ વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!