
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૦૨ ડિસેમ્બર : ભચાઉ તાલુકાના માય ગામમાં અવાડા ફાઉન્ડેશન દ્વારા 2 દિવસીય આંતર-શાળા રમતોત્સવ “અવાદા ખેલ ઉત્કર્ષ – ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખેલોત્સવનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક, નેતૃત્વ અને આત્મવિશ્વાસનું વિકાસ કરવો છે.આ કાર્યક્રમમાં માય ગામની ચાર પ્રાથમિક શાળાઓ, બે માધ્યમિક શાળા માય અને ખારોઈ તથા અન્ય શાળાઓના કુલ 430 લાભાર્થીઓ – જેમાં 400 વિદ્યાર્થીઓ, મહિલાઓ અને કિશોરીઓના 30 સભ્યો – એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.રમતોત્સવમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ક્રિકેટ, બેડમિન્ટન, ટગ ઓફ વોર, સ્કીપિંગ, બોલ પાસિંગ, સોઈ-ધાગા, લીંબુ-ચમચી રેસ, 100 મીટર દોડ, બોરા રેસ, મ્યુઝિકલ ચેર સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. દરેક રમતના,પહેલા,બીજા અને ત્રીજા સ્થાને આવેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા.કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા માટે તંબુ, બેઠકો, સાઉન્ડ સિસ્ટમ, પાણી, રિફ્રેશમેન્ટ, રમતગમત સામગ્રી, ફર્સ્ટ-એડ, સ્વયંસેવકો અને બ્રાન્ડિંગ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી.અમારી ડાયરેક્ટર શ્રીમતી રિતુ પટવારી હંમેશા રમતગમતને પ્રોત્સાહિત કરે છે અને તેમનું માનવું છે કે આ પ્રકારની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા પેદા કરે છે. તેમની માન્યતા મુજબ રમતો માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ શિસ્ત, ટીમ સ્પિરિટ અને સામાજિક જાગૃતિ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં રમતગમતના મહત્વ અંગે જાગૃતિ ઉભી થાય છે અને બાળકોમાં મોટું સપનું જોવા માટે આત્મવિશ્વાસ વિકસે છે.અવાદા ફાઉન્ડેશનનો આ પહેલો પ્રયાસ ગ્રામ્ય સમાજમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા, પ્રતિભા બહાર લાવવા અને સમુદાય સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવવા માટે સમર્પિત છે.





