NAVSARIVANSADA

નવસારી: ૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજન અન્વયે વાંસદા ખાતે બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી એગ્રીમોલ, મોટીભમતી વાંસદા તથા ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે કરવામાં આવશે. આગામી ૦૯મી ઓગસ્ટ-૨૦૨૫ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમા ભારે ઉત્સાહ સાથે ઉજવણી થનાર છે. નવસારી જિલ્લામાં પણ આ દિનની ઉજવણીને લઇ ખાસ તૈયારીઓ આયોજન હેઠળ છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા ખાતેના કાર્યક્રમ અન્વયે આજરોજ તાલુકા સેવા સદન વાંસદા ખાતે પ્રાયોજના વહિવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી પ્રાયોજના વહિવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીયએ વિવિધ બાબતોની સમિક્ષા કરી સુદ્રઢ આયોજન કર્યું હતું. જેમાં કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે થનાર ખાતમુહુર્ત અને લોકાર્પણ,વરસાદની પરિસ્થિતીને લઇ વોટર પૂફ મંડપ તથા મુખ્ય સ્ટેજની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાનુભાવોની સ્પીચ, પાર્કિંગ, લાભાર્થીને લાવવા લઇ જવા, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, આરોગ્ય અને ઇમર્જન્સી સેવાઓ, વિજ પુરવઠો, ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા, સફાઇ અને સેનિટેશન સહિત જરૂરી વ્યવસ્થાઓ અંગે ઝીણવટપુર્વક ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોને આવતા પ્રશ્નોના નિરાકરણ કરી સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે સંપન્ન થાય તે અંગે ચોક્કસ આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવિરો, આદિજાતિ ખેડૂતો, પશુપાલકોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવાના હોઇ તેની યાદીની ચકારણી કરવા  અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નોંધનિય છે કે, આગામી તા.૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’નીમિત્તે નવસારી જિલ્લામાં ૧૭૬ ગણદેવી આદિજાતી વિધાનસભા મતવિસ્તારમાં ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ તથા ૧૭૭ વાંસદા વિધાનસભા મત વિસ્તાર માટેનો કાર્યક્રમ એગ્રીમોલ, મોટીભમતી, વાંસદા ખાતે યોજાનાર છે.
બેઠકમાં વિવિધ સંલગ્ન અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!