GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમા મકાનમાં પાટેશન મારવા બાબતે વૃદ્ધ અને પુત્રવધુ ઉપર આઠ શખ્સોએ કયૉ હુમલો

MORBI:મોરબીમા મકાનમાં પાટેશન મારવા બાબતે વૃદ્ધ અને પુત્રવધુ ઉપર આઠ શખ્સોએ કયૉ હુમલો

 

 

મોરબીના રવાપર રોડ પર વિજયનગર -૦૧ ગાયત્રીનગરની બાજુમાં વૃદ્ધ તથા તેના પુત્રવધુ વિજયનગર-૦૧ મા પોતાની માલિકીના મકાને ગયેલ હોય જ્યાં આરોપીઓ મકાનની વચ્ચે આડુ પાટેશન મારતા હોય જેથી પાટેશન મારવાની વૃદ્ધે ના પાડતા આરોપીઓએ વૃદ્ધ અને તેના પુત્રવધુને ગાળો આપી મારમાર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર સતાધાર સોસાયટી -૦૨ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ બ્લોક નં -૦૪ માં રહેતા હંસરાજભાઇ ડાયાભાઈ કાવર (ઉ.વ.૬૭) એ આરોપી રણછોડભાઈ મનજીભાઈ, ચુનિલાલભાઈ, ભુદરભાઈ, સુનિતાબેન, રણછોડભાઈ, રમેશભાઈ મગનભાઈ, રમેશભાઈના પત્ની, પ્રવિણભાઇ ચુનિલાલનભાઈ, કાંતાબેન ચુનીલાલભાઈ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા ફરીયાદીના પુત્રવધુ કિંજલબેન વિજયનગર-૦૧ ગાયત્રીનગરની બાજુમાં રવાપર રોડ મોરબી ફરીયાદીના માલિકીના મકાને ગયેલ હોય જ્યાં આરોપીઓ મકાનની વચ્ચે આડુ પાટેશન મારતા હોય જેથી ફરીયાદીએ પાટેશન મારવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી ફરીયાદીને તથા ફરીયાદીના પુત્રવધુને લાકડાના ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!