શિક્ષક શ્રી ચુડાસમા છાયાબેન મોહિતકુમારને અર્લીબર્ડ અને જ્ઞાન લાઈવ આયોજિત એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ- 2025 થી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા.
તારીખ 25/ 5 /2025 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મંજુલાબેન ખુશાલ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ચુડાસમા છાયાબેન મોહિતકુમારને અર્લીબર્ડ અને જ્ઞાન લાઈવ આયોજિત એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ- 2025 થી ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા.
ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં “હું છું પર્યાવરણ સંરક્ષક” કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના 2525 શિક્ષકોને સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં જ યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં જેમણે ખૂબ જ સારું કાર્ય કર્યું હતું તેવા ગુજરાત રાજ્યના 60 જેટલા પર્યાવરણ પ્રેમી શિક્ષકો તેમજ અન્ય 14 રાજ્યોના 60 જેટલા પર્યાવરણ પ્રેમી શિક્ષકો એમ મળી કુલ 120 પ્રકૃતિ પ્રેમી શિક્ષકોને બિરદાવાનો કાર્યક્રમ તારીખ 25/ 5 /2025 ના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મંજુલાબેન ખુશાલ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ચુડાસમા છાયાબેન મોહિત કુમારની પસંદગી કરવામાં આવી હતી જ્ઞાન લાઈવ દ્વારા એવોર્ડ શિક્ષકોને શિલ્ડ, પ્રમાણપત્ર ડાયરી તથા ચકલીના માળા આપવામાં આવ્યા હતા. ચુડાસમા છાયાબેન તેમની શાળાના બાળકોમાં પર્યાવરણનું રક્ષણ કરવાની જાગૃતિ કેળવવા હતા. આ ઉપરાંત બાળકોમાં વૃક્ષ ઉછેર માટે ઉત્સાહ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતા હતા. જેમકે બાળક ક્લાસમાં નકામા કાગળ ફાડીને કચરાપેટીમાં નાખતું હોય તો તેને સજા ન કરતા એક વૃક્ષ વાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.આ વૃક્ષ મોટું થાય ત્યાં સુધી તેની કાળજી તેને જ રાખવાની હતી. આ ઉપરાંત તેને મદદ કરી શકે તે માટે બીજા કોઈ બાળકો કે જેઓ પર્યાવરણની વસ્તુઓને નુકસાન કરતા હોય તેને શોધવાનું કામ આપવામાં આવતું હતું. બાળકોને પ્લાસ્ટિકની બોટલ માંથીઈકોબ્રીક્સ, વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવતા હતા. કલા મહાકુંભ અંતર્ગત સર્જનાત્મક વિભાગમાં સુંદર પ્રવૃત્તિ દ્વારા બાળકોને રાજ્યકક્ષા સુધી લઈ જઈને કલાનો વિકાસ કરતા હતા.