વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે તાજેતરમાં જ ચેન સ્નેચિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી.જેમાં સુરતના વેપારીની 1.08 લાખની કિંમતની સોનાની ચેઇન લઈ બે જણા ફરાર થઈ ગયા હતા.જેને લઇને સુરતના હીરા ઘસવાનાં વેપારીએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદનાં આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.તેવામાં સાપુતારા પોલીસની ટીમે ચેન સ્નેચિંગ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં રહેતા રાજેશભાઈ પોપટભાઈ કથીરીયા (હીરા ઘસવાના વેપારી) જેઓ સાપુતારા ખાતે ફરવા માટે આવ્યા હતા.ત્યારે તેમને બે ભાઈઓ મળેલ હતા.જે બે ભાઈઓ તેમની સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. GJ-32-P-6804ની ઉપર સવાર હતા.આ બે ભાઇઓએ વેપારીને જણાવેલ કે,”અમે સુરતથી આવેલ છે તમે કયાંથી આવેલ છો ત્યારે વેપારીએ જણાવેલ કે, “અમે પણ સુરતથી આવેલ છીએ અને હું હીરા ઘસુ છુ.” જેથી મોટર સાયકલ વાળા ભાઇએ કહેલ કે, “હું પણ હીરા ઘસુ છું.”તેમ વાત કરી વેપારી અને બન્ને વચ્ચે ઓળખાણ થયેલ હતી.જેમાં મોટર સાયકલ ચાલકે તેમનુ નામ જયદીપભાઈ સીતારામભાઇ ગોંડલીયા (રહે.સુરત) તથા પાછળ બેસેલ સાહીલ રફીક મહમદ (રહે.સુરત) હોવાનુ જણાવેલ હતુ. અને વેપારીઓ તથા આ બે વ્યક્તિઓ વાતચીત કરતા હતા. ત્યારે વેપારીએ તેઓને જણાવેલ કે,”અમો પરત સુરત જવાના છે.”તેમ જણાવતા જયદીપે પણ જણાવેલ કે, અમે પણ સુરત જવાના છે. તેમ વાત કરી હથગઢથી સુરત જવા માટે સાપુતારા ખાતે મોટર સાયકલ લઈને સાથે-સાથે આવેલા અને સાપુતારા ગોળ સર્કલ પાસે બપોરના આશરે સાડા બારેક વાગ્યે આવેલ હતા.અને વેપારી ગોળ સર્કલથી નીચે સુરત તરફ થોડો ઢાળ ઉતરતા જયદીપે વેપારીની મોટર સાયકલ આગળ તેમની મોટર સાયકલ નં. GJ-32-P-6804 ની ઉભી રાખી દેતા વેપારીએ પણ મોટર સાયકલ ઉભી રાખી દીધેલ હતી.તે વખતે જયદીપ તથા સાહીલ તેમની મોટર સાયકલ ઉપરથી ઉતરી વેપારીની મોટર સાયકલ પાસે આવી જણાવેલ કે, તમારે ટેબલ પોઇન્ટ ઉપર આવવુ છે તેમ કહેતા વેપારીએ તેઓને કહેલ કે,” અમારે સુરત જવા મોડુ થાય છે.ટેબલ પોઇન્ટ નથી આવવુ.” તેમ કહેતા જયદીપએ વેપારીએ પોતાના ગળામાં પહેરેલ પહેરેલ સોનાનો ચેઇન ખેંચી બન્ને સાપુતારા ગોળ સર્કલ તરફ ભાગવા લાગેલ હતા.જેથી વેપારી પોતાની મોટર સાયકલ ઉપરથી ઉતરીને “ મારી સોનાનો ચેઇન લઇને ભાગ્યા મારી ચેઇન લઇને ભાગ્યા ” તેવી બુમો પાડીને તેઓ બન્ને પાછળ દોડેલ હતા.જોકે તે બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જેને લઇને વેપારીએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે બાદ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાએ પોતાના ચક્રો ગતિમાન કરીને આ ગુનામાં સંડોવાયેલ આરોપી જયદીપ સીતારામભાઈ ગોંડલીયા (ઉ. વ.૨૪, રહે. શ્યામ લેક સીટી રેસિડેન્સી,કામરેજ વેલંજા તા. કામરેજ જી.સુરત ,મૂળ રહે. નવદુર્ગા ચોક ધાવા,તા. તલાલા જી. ગીર સોમનાથ) અને મોહમ્મદ સાહિલ મોહમ્મદ રફીક ખાન (ઉ. વ.૨૪, રહે. શ્યામ લેક સીટી રેસિડેન્સી,કામરેજ વેલંજા તા. કામરેજ જી.સુરત ,મૂળ રહે. બીબીપુર પટ્ટી ખાસ, તા.જી. પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ)ની અટકાયત કરી છે.હાલમાં બંને આરોપીઓની અટકાયત કરી સાપુતારા પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.