GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે રૂ.૧૩.૮૭ લાખના ખર્ચે નવનિર્મિત ઓપન જીમનું લોકાર્પણ

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

તા.11/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટર, જવાહર ગ્રાઉન્ડ ખાતે સાંસદ સભ્ય સુરેન્દ્રનગરની વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રાન્ટમાંથી નવનિર્મિત ઓપન જીમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા સહિતના મહાનુભાવોએ રીબીન કાપી જીમનું લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે વર્ષ ૨૦૨૧-૨૨ની સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ઓપન જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ જીમમાં શરીરના તમામ અંગોને કસરત મળી રહે તે માટે ૨૯ પ્રકારના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે વધુમાં તેમણે તમામ લોકોને આ જીમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાને મળી રહ્યું છે એમ કહેતાં વધુમાં દંડકએ ઉમેર્યું હતું કે, જેના પરિણામે આજે જિલ્લાની ખેતી સમૃદ્ધ થઈ રહી છે જિલ્લા વાસીઓને કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી એક જ સ્થળ પર મળી રહે તે માટે સરકાર દ્વારા જમીન પણ ફાળવી દેવામાં આવી છે આગામી સમયમાં જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ઓપન જીમના લોકાર્પણથી નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થશે એવો વિશ્વાસ કરતાં સાંસદશ્રી ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, લોકોનું આરોગ્ય, સુખાકારી સુધરે અને યોગને વિશ્વ ફલક પર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની શરૂઆત કરાવી હતી યોગથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે વધુમાં તેમણે પોતાની ગ્રાન્ટમાંથી જીમમાં ઉપયોગી વસ્તુઓ પૂરી પાડવા ખાતરી પણ આપી હતી આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસવડા ડૉ.ગિરીશ પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય સાંસદ સભ્યની વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રાન્ટમાંથી જવાહર ગ્રાઉન્ડ ખાતે રૂ.૧૩.૮૭ લાખના ખર્ચે ઓપન જીમનું નિર્માણ કરવામાં આવ્યું છે આ જીમમાં કસરત માટે ઉપયોગી એર વોકર, રીવીંગ, પુલઅપ બાર, સ્ટ્રોલર, ડબલ બાર, ચેસ્ટ પ્રેસ, સોલ્ડર ટવીસ્ટર સહિતના કુલ ૨૯ સાધનોની ખરીદી કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે.પરમાર, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, ડૉ.રુદ્રદતસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!