વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભાપખલ ગામ ખાતે થોડા દિવસ અગાઉ વીજ કંપનીનાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોયલની ચોરી થઈ હતી.ત્યારે ડાંગ જિલ્લામાં વીજ કંપનીનાં ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેવુ જોવા મળી રહ્યું છે.કારણ કે ફરી એક વખત સુબીર તાલુકાનાં ઇસખંડી ગામની સીમમાં 16 કેવી વીજ ટ્રાન્સફોર્મરમાંથી એલ્યુમિનિયમના કોઈલની ચોરી કરીને અંદાજે 37 હજારની કિંમતનો મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે.જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઇસખંડી ગામના રહીશ રાજુભાઈ ઇન્દરભાઈ પવારે દક્ષિણ વિજકંપની આહવા વિભાગીય કચેરીએ આવ્યા હતા અને ફરિયાદ કરતા જણાવેલ કે ગત તા. 21/09/2024ના રોજ ખેતરમાં પાક જોવા માટે ગયેલ તે વખતે ખેતરને અડીને આવેલ વિજ ટ્રાન્સફોર્મર થાંભલા ઉપરથી જમીન પર પડેલ હતા.અને અંદરનો માલ સામાન કાઢી લિધેલ હાલતમાં છે.જેને લઇને વિજ કંપનીના વિજ ટ્રાન્સફોર્મર ચોરાઇ જવા બાબતે લેખિતમાં અરજી પણ કરવામાં આવી હતી.ત્યારે દ.ગુ.વિ.ક.લી.પેટા વિભાગ સુબીરનાં નાયબ કાર્યપાલક ઇજનેર વી.ડી.પટેલ પોતાના સ્ટાફના માણસો સાથે સ્થળની ચકાસણી કરવા માટે ઇસખંડી ગામની સીમમાં આવેલ રાજુભાઈ ઇન્દરભાઈ પવારના ખેતરને અડીને આવેલ ૧૬ કે.વી.નાં વિજ ટ્રાન્સફોર્મર પાસે ગયા હતા.ત્યારે ટ્રાન્સફોર્મર થાંભલા ઉપરથી જમીન પર પડેલ હતા.અને તેમાથી આંતરીક એલ્યુમિનીયમ કોઈલ જેનો વજન આશરે ૮૫ કિલો જેની કુલ કિંમત રૂપિયા ૨૯૭૫૦/- તથા ટ્રાન્સફોર્મર ઓઇલ ૭૬ લિટર જેની કુલ કિંમત રૂપિયા ૭૬૦૦/- ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ લઈ ગયેલ હોવાનું જણાઇ આવ્યુ હતુ.આમ અજાણ્યા ચોર ઈસમ દ્વારા કુલ 37,350/- ના કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો. આ બનાવને લઈને નાયબ કાર્યપાલક ઈજનેર વિજય પટેલ દ્વારા સુબીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં સુબીર પોલીસ મથકનાં પી.એસ. આઈ.કે.જે.ચૌધરીની ટીમે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિનાના છેલ્લા અઠવાડિયામાં આહવા તાલુકાના ભોપખલ ગામ ખાતે પાંચ કેવી ના વીજ ટ્રાન્સફોર્મર માંથી કોપર કોયલની ચોરી થઈ હતી. ત્યારે ડાંગ જિલ્લામાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મર માંથી કોયલની ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેઓ જોવા મળી રહ્યો છે. તેવામાં પોલીસ પ્રશાસન દ્વારા નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તે જરૂરી બન્યું છે.