GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની સી. બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગરબા નું આયોજન.વિદ્યાર્થિનીઓ અને સ્ટાફે પરંપરાગત વસ્ત્રોમા ગરબા રમ્યા

તારીખ ૧૦/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગુરૂવારના રોજ નવરાત્રી મહોત્સવ નિમિત્તે એક દિવસના ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં સજજ થઈને ગરબાનો લહાવો લીધો હતો. શાળા મંડળ દ્વારા ભવ્ય મંડપ અને ડીજે નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓ માટે અલ્પાહાર નું આયોજન પણ કરાયું હતું.







