
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ વેણફળિયાના રહીશો દ્વારા જે સ્વાગત ગુજરાત પોર્ટલ પર જે ગૌચરની જમીન સ. નં/ બ્લોક નં-૧૧૪૮ ઉપર ગ્રામ પંચાયત ખેરગામ દ્વારા જે ગેરકાયદેસર દબાણ ઊભું કરી દૈનિક ધોરણ ગેરકાયદેસર રીતે જે કચરો નાખવામાં આવે છે તે બાબતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલ હતી તે બાબતે પ્રાંત અધિકારીશ્રી , વાંસદા તરફથી દરેક અરજદાર ને મામલતદાર કચેરી, ખેરગામ ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને અરજદારોની રજૂઆતોને ધ્યાનમાં લઈ પ્રાંત અધિકારીશ્રી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આપણે બધા તારીખ ૦૧.૧૦.૨૦૨૪ ના રોજ ફરીથી મામલતદાર કચેરી, ખેરગામ ખાતે મળી ને FTP પ્લાન્ટ માટે 500 મીટર થી 1 કિલોમીટર સુધી ના ડાયરામાં જગ્યા મળશે ત્યાં આજુબાજુ ના લોકોને નુકસાન કે નડતરરૂપ ન થઈ તે ધ્યાનમાં રાખી જગ્યા શોધી સરકારી નીંમ કરવા માટે જણાવ્યુ હતું. આ સાથે ખેરગામ બજારના ગટરનો પ્રશ્ન પણ રજૂઆત કરતા પ્રાંત સાહેબે ટીડીઓ અને મામલતદારને બજારના ગટરના 180 કનેક્શનનો છે જેમાં ઘણા કનેક્શનમાં શોષકુવા બનાવવામાં આવ્યા નથી જેનું મળમૂત્ર વાળું ગંદુપાણી સીધું ગટરમાં છોડી દેવામાં આવે છે તેની માહિતી લઈ તેને નોટિસ ફાળવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. હવે કચરા બાબતે જોવાનું એ રહ્યું કે તારીખ ૦૧.૧૦.૨૦૨૪ ના રોજ શું નિર્ણય આવે છે. આ મીટીંગમાં પ્રાંત અધિકારીશ્રી, વાંસદા, મામલતદારશ્રી, ખેરગામ, ટીડીઓશ્રી, ખેરગામ, સરપંચશ્રી , ખેરગામ તથા તલાટીશ્રી, ખેરગામ હાજર રહ્યા હતા.




