
તા.૦૨.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
આજરોજ તા.૦૨.૦૧.૨૦૨૫ ના શુક્રવાર ૧:૦૦ કલ્લાકની આસપાસ દાહોદ શહેરના જાગૃત ઈસમ દ્વારા સર્વાગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેનને ટેલિફોનીકળ જાણ કરવામાં આવી અને જણાવ્યું કે દાહોદ શહેરના બસ સ્ટેન્ડ નજીક વૃદાવનની ગળીમાં એક વૃદ્ધ મહિલા બુમો પાડી રહી છે.ત્યારે આસપાસના રહીશો દ્વારા તે મહિલાથી નામ ઠામ પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપતામાં આવતું નથી ત્યારે સર્વાગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેન બસ સ્ટેન્ડ નજીક આવેલ વૃદાવનની ગળી ખાતે પહોંચ્યા અને તે વૃદ્ધ મહિલાથી પૂછ તાજ કરતા ત્યારે વૃદ્ધ મહિલાએ પોતાનું નામ કાળીબેન નિનામા અને તેમના છોકરાનું નામ દીનોભાઈ નિનામા અને તે દાહોદ તાલુકાના ખરોદા ગામના રતન ફળીયામાં રહેતા હોવાનું અને તે દાહોદમાં સારવાર માટે દવાખાના આવ્યા હોવાનું જણાવતા વૃદ્ધ મહિલા દ્વારા જણાવ્યા અનુસાર તેના સર્વાગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેનએ ખરોદા ગામના સરપંચ ગામના આગેવાનો થી સંપર્ક કરી વૃદ્ધ મહિલાના પરિવારની શોધખોળ હાથ ધરી.અને વૃદ્ધ મહિલાંને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હાલ વૃદ્ધ મહિલાના પરિવાર જનો મળી આવતા વૃદ્ધ મહિલાને પરિવાર જનોને સોંપવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવવામાં આવ્યું છે




