GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગૌષ્ણેશ્વર મહાદેવ મંદીરમાં ફૂલો અને દીપમાળાની સજાવટ થી નયનરમ્ય દેવ દિવાળીનાં દર્શન.ચોફેર દિવડાનાં ઝગમગાટ થી મનમોહક વાતાવરણ સર્જાયું.

 

તારીખ ૦૬/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલુ સ્વયંભુ ગૌષ્ણેશ્વર મહાદેવ સમગ્ર કાલોલ હાલોલ અને આસપાસ નાં પંથકના શિવ ભક્તો માં અનેરું મહત્વ ધરાવે છે. દેવ દિવાળી નાં પવિત્ર દિવસે ગામનાં અગ્રણીઓ અને યુવાનો તથા શિવભકતો દ્વારા ભગવાન શિવ અને માતાજી ની આસપાસ ફુલો ની ભવ્ય રંગોળી બનાવી રોશની કરવામાં આવી તેની આસપાસ દિવડા પ્રગટાવી સમગ્ર મંદીર પરિસર ને સજાવવામાં આવ્યુ હતુ દીપમાળા અને ફુલો ની રંગોળી નાં દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન કર્યાં હતા મંદિરના પરિસર માં આવેલ હનુમાનજીના મંદિરે પણ ભવ્ય રંગોળી બનાવી દીપ પ્રગટાવ્યા હતા ફૂલ અને દીપમાળા નાં અનેરા સંગમ અને મંદીર ની ચોફેર દિવડા નાં ઝગમગાટ થી મનમોહક વાતાવરણ સર્જાયું હતુ તેમજ ગ્રામજનો ભેગા મળી મહાદેવની આરતી કરી અને આનંદ ઉલ્લાસ થી દેવ દિવાળીને યાદગાર બનાવી.

Back to top button
error: Content is protected !!