GUJARATKUTCHMUNDRA

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીનાં જન્મદિવસ નિમિતેવિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૨૫ જૂન :અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીનાં જન્મદિવસની ઉજવણી ઝરપરા ગામે મહેશ્વરી સમાજની દેવભૂમિ ઉપર વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.ઝરપરા ગામનાં મહેશ્વરી સમાજની દેવભૂમિ 4 એકર જમીન ઉપર 5000 થી વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. આ પ્રસંગે ઝરપરા ગામના સરપંચખીમજીભાઈ દનિચાએ ગૌતમભાઈ અદાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને આ દેવભૂમિ પર વાવેલ વૃક્ષોને માવજત કરી ઉછેરવાનું સંકલ્પ કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન દ્વારા ચાર એકર જમીનને સફાઈ કરી ટપક પદ્ધતિ લગાવી તાર ફેન્સીંગ કરી અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે ગૌતમભાઈ નું સપનું છે કે 100 મિલિયન વૃક્ષ વાવવાનું છે, જે અભિયાન એમના જન્મદિવસે આપણે સાથે મળીને પૂર્ણ કરવા પ્રયત્નો કરીએ તેમજ આ વર્ષે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તાલુકાના અલગ અલગ ગામોમાં 40 એકર જમીન ઉપર 45,000 થી વધુ વૃક્ષ વાવવાનું આયોજન છે તેવું જણાવ્યું હતું. ગામ ના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને અદાણી ફાઉન્ડેશન કાર્યકરો હાજર રહ્યા હતા. અદાણી ગ્રુપનાં ચેરમેનશ્રી ગૌતમભાઈ અદાણીનાં 63માં જન્મદિન પ્રસંગે અદાણી ફાઉન્ડેશન તથા જનસેવા સંસ્થા (મુન્દ્રા) દ્વારા સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મુન્દ્રા શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલી ગરીબ વસાહતનાં બાળકોને ગુજરાતી ભોજન સાથે મીઠાઈઓ પીરસવામાં આવી હતી તેમજ આ વર્ષે ચોમાસુ વહેલું બેસી જતા ખુલ્લા ઝૂપડા માં રહેતા જરૂરત મંદ લોકોને આજના દિવસથી તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરનાં જરૂરતમંદ પરિવારોને જીવન વપરાશની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જીવદયા ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી.આ પ્રસંગે મુન્દ્રાની જનસેવા સંસ્થાનાં રાજ સંઘવીએ અદાણી ગ્રુપનાં પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનનાં ગુજરાત સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહ, અદાણી ગ્રુપ મીડિયા વિભાગનાં જયદીપભાઈ શાહ, રમેશભાઈ આયડી, અદાણી ગ્રુપ કોર્પોરેટ અફેર્સ વિભાગનાં મહેન્દ્રભાઈ સોલંકી, પુરુરાજસિંહ ઝાલા, વિજયભાઈ ગુંસાઈ, અદાણી ફાઉન્ડેશનનાં કિશોરભાઈ ચાવડા તેમજ રઘુભાઈ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા જનસેવા સંસ્થાનાં રાજભાઈ સંઘવી, ભગીરથસિંહ ઝાલા, અસલમભાઈ માંજોઠી તેમજ ભીમજીભાઈ જોગીએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!