BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાંવિદ્યાર્થીઓ માટે તારીખ 05/08/25 થી 12/08/25 દરમિયાન યુવક સહકાર શિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું

12 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં કાર્યકારી આચાર્ય ડો. રાધાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડો. હેમલબેન પટેલની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ દ્વારા અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તારીખ 05/08/25 થી 12/08/25 દરમિયાન યુવક સહકાર શિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના CEI શ્રી રસિકભાઈ ચૌધરી તથા મહિલા CEI શ્રીમતી નીરૂબેન ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્રમાં રહેલી રોજગારીની તકો, વિવિધ સહકારી મંડળીઓ, તેમનું કાર્યક્ષેત્ર તથા કાર્ય પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 79 વિધાર્થીઓ આ તાલીમ વર્ગમાં ભાગ લીધો હતો. છેલ્લા દિવસે પૂર્ણાહુતિ સમારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી જેના રસિકભાઈએ ખૂબ જ વિસ્તૃત રીતે અને ખૂબ જ સરળ ભાષામાં જવાબો આપ્યા હતા. સમગ્ર તાલીમ શિબિરનું આયોજન અર્થશાસ્ત્રના અધ્યાપક જીતેન્દ્રભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્ર વિશે તથા તેમાં વર્તમાન સમયમાં જમા થઈ રહેલી પ્રગતિ વિશે માહિતી મળે તે હેતુથી દર વર્ષે આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!