
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૮/૧૨/૨૦૨૪
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે ઝગડિયા ખાતે શ્રમજીવી પરિવારની ૧૦ વર્ષીય બાળકી પર થયેલી બર્બરતા પૂર્ણ બળાત્કારની ઘટના અત્યંત નિંદનીય છે. આ શરમજનક બનાવે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે.
હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાના આરોપીને ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આરોપી પર સખતથી સખત સજા કરવામાં આવે અને પીડિતાને ઝડપથી ન્યાય મળે તે માટે કડક પગલાં જરૂરી છે.
સરકારની પ્રાથમિકતા કાયદો વ્યવસ્થાની રક્ષા કરવી અને સમાજના નબળા વર્ગને સુરક્ષા પ્રદાન કરવી હોવી જોઈએ. પરંતુ અસામાજિક તત્વોમાં કાયદાનો ડર ન રહેવા પામ્યો છે, જે આવી ઘટનાઓ વધવા માટે જવાબદાર છે.
કોંગ્રેસ પાર્ટીની માગ છે કે 1. પીડિતાના પરિવારમાં તાત્કાલિક ₹10 લાખની આર્થિક સહાય આપવામાં આવે. 2. આરોપીને સખત સજા આપવા કાનૂની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય. 3. રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવામાં આવે જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી સંદીપ માંગરોળા જણાવે છે કે કોંગ્રેસ પીડિતા અને તેના પરિવાર સાથે છે અને સરકારને તરત અને ઠોસ પગલાં ભરવાની મા
ગ કરે છે.



