GUJARATKUTCHMANDAVI

સુખપર કુ.પ્રા.શાળા 2 ના આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજાની કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય માટે પસંદગી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૦ ઓગસ્ટ : તાજેતરમાં કચ્છમાંથી ૧ શિક્ષકને રાજ્ય કક્ષાએ જ્યારે ૪ શિક્ષકોને જિલ્લા કક્ષાએ એવોર્ડ મળ્યા છે અને ૧૭ શિક્ષકોને તાલુકા કક્ષાના એવોર્ડ મળ્યા છે. જેમાં ભુજની સુખપર શાળાના આચાર્યની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી કરાઈ છે.મૂળ નખત્રાણાના મુરુ ગામના વતની ઘનશ્યામસિંહ જાડેજા 2012થી સુખપર કુમાર શાળા 2 માં આચાર્ય તરીકે ફરજ બજાવે છે.છેલ્લા 13 વર્ષ માં આ શાળાને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો GCERT નો તેમજ સ્વચ્છતા માટે DIET દ્વારા એવોર્ડ જાહેર થયેલ છે.શાળાના વિધાર્થી ઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NMMS ,CET, PSE , ભારતીય સંસ્કૃતિ,ચિત્રકામ ,જવાહર નવોદય સહિતની પરીક્ષાઓમાં મેરિટ માં આવી શાળા ,ગામનું નામ રોશન કરેલ છે.એમની શાળા પ્લાસ્ટીક મુક્ત,ગ્રીન શાળા છે.બધી જ ભૌતિક સુખ સુવિધાથી સંપન્ન શાળા સંપૂર્ણ WiFi યુક્ત અને સ્માર્ટ ક્લાસ ધરાવતી શાળા છે. શાળા એક દસકાથી પોતાની ઈ મેગેનીઝ “ઉપવન”

સંપાદિત કરે છે ,જેમાં શિક્ષણના સાંપ્રત પ્રવાહો ,નૂતન નવાચારો અને શિક્ષક બાળકોના લેખોનો સમાવેશ કરવામાં આવે છે.શાળામાં શિક્ષકો નિષ્ઠાપૂર્વક શિક્ષણ પીરસી રહ્યા છે અને ખાનગી શાળાને ટક્કર મારે તેવી રીતે બાળકો દ્વારા સંચાલિત એક સરકારી શાળા છે. શાળાને ગ્રામજનો અને ગામના શ્રેષ્ઠીઓ તરફથી લાખોનો દાન પણ મળેલ છે અને કોઈ પણ ગ્રાન્ટ આવે તેમાં આચાર્ય પોતાના પૈસા ઉમેરી વસ્તુ ખરીદે એવી ભાવનાને લીધે એવા કાયમી દાતાઓ છે કે જે તેમને પૂછ્યા વિના શાળાના હિતમાં રૂપિયા વાપરવાની છૂટ આપેલ છે. આચાર્ય વેકેશન હોય કે રજાઓ હોય શાળામાં હાજર હોય જ છે અને ગામમાં સારી એવી લોક ચાહના મેળવેલ છે. શાળા સતત અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓથી ધમધમતી રહે છે,આવી શાળાના આચાર્ય ને એવોર્ડ મળતા S.M.C ,ગ્રામજનો, વાલીઓ અને દાતાશ્રીઓ અને ગામના પદાધિકારીઓએ તેમને અભિનંદન પાઠવેલ છે. આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજા ભુજ તાલુકા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ તરીકે અત્યારે સેવા આપી રહ્યા છે સાથે જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.ભુજ તાલુકાના છેવાડાના શિક્ષકો ને મુશ્કેલી ન પડે તેવા સતત પ્રયાસ તેઓ કરી રહ્યા છે અને કોઈ પણ મુશ્કેલીના સમયે ખડે પગે હાજર રહે છે તેથી છેલ્લા 10 વર્ષ થી તાલુકાના મહામંત્રી અને પ્રમુખ તરીકે નિર્વિરોધ ચૂંટાતા આવ્યા છે. લાયન્સ હોસ્પિટલ અને તેના હોદ્દેદારોની સાથે સંકલનમાં રહી શિક્ષકદિનના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરી લાખો CC રક્ત એકત્રિત કરાવેલ છે. તેમની આ સિધ્ધિ બદલ જિલ્લા શિક્ષણાધિકારીઓ સંજય પરમાર , ભૂપેન્દ્રસિંહ વાઘેલા, નિલેશ ગોર ઉપરાંત રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, કેરણા આહીર, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા મેહુલ જોશી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!