
વિજાપુર પામોલ ગામે દિવાલ પડતા સમાજ સેવક રાજકીય આગેવાન નું મોત ત્રણ જણાને ઇજા
ત્રણ જણા ને સ્થાનીક ખાનગી દવાખાને દાખલ કરાયા
સરકારી દવાખાને મૃતકના દેહનું પીએમ કરાયુ
વિજાપુર તા.
વિજાપુર તાલુકાના પામોલ ગામના રાજ્કીય આગેવાન સમાજસેવક કોન્ટ્રાક્ટર પોતાના ગામના સબંધી મિત્રનુ જૂનું ઘર કામ માટે ઉતાર્યું હોવાથી ઘરની દિવાલ જોવા ઉભા હતા. અચાનક વાઇબ્રન્ટ આવતા દિવાલ તેમના ઉપર પડતા તેઓ દટાઈ જતા મોત નીપજ્યું હતુ.જ્યારે ઉભેલા ત્રણ જણા ને ઇજા થતાં ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે રાજકીય અગ્રણીનો મોત ને પગલે ધારાસભ્ય સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય કાંતિ ભાઈ પટેલ સહીત સરકારી દવાખાને તેમજ પામોલ ગામે દોડી આવ્યા હતા મૃતક ના દેહને પામોલ ગામથી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતુ આ બાબતની જાણ કરવામાં આવતા પીએસઆઈ આર કે મીર સ્થળ ઉપર આવી પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે મળતી માહિતી મુજબ રાજુભાઇ ચૌધરી કે જેઓ ભાજપ પક્ષમાં ઉમદા કાર્યકર તરીકે અને સમાજમાં એક સારા સેવક તરીકે છાપ ધરાવતા હતા. ધંધાકીય રીતે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા શનિવારે સવારે તેઓ ગામના સબંધી મિત્રએ નવુ ઘર બનાવવા નો હોઈ ઘરની દિવાલ જોવા ગયા હતા જ્યાં એકાએક આજુબાજુ ઉભેલી દિવાલો ધરાશયી થતા તેઓ દટાઈ જતા મોત નીપજ્યું અન્ય ત્રણ લોકોને ઇજાઓ થતા ખાનગી દવાખાના માં લઈ જવાયા હતા જ્યાં ત્રણ જણા પોપટભાઈ માનસંગભાઈ ચૌધરી તેમજ રમેશજી સોમાજી ઠાકોર ભીખીબેન પોપટભાઈ ચૌધરી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપર પંચનામું કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.





