કાલોલ તાલુકાની નવરચના ગુરુકુલ શાળાના વાર્ષિક રમતોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી.
તારીખ ૧૬/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની જાણીતી શાળા નવરચના ગુરુકુલ,જેમાં અંગ્રેજી માધ્યમ છઠ્ઠો અને ગુજરાતી માધ્યમ પાંચમાં વાર્ષિક રમતોત્સવ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ નર્સરી થી ધોરણ ૧૦ ના બાળકો માટે રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ રમતોમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આજના આધુનિક યુગમાં જ્યારે બાળકો મેદાની રમતો ભૂલીને માત્ર મોબાઇલમાં જ ગેમ રમી રહ્યા છે.ત્યારે બાળકોને મેદાની રમતો રમવાથી થતા ફાયદા અને તેનું મહત્વ સમજે તે હેતુસર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દોડ, કોથળા દોડ,લીંબુ ચમચી, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, લોટફુંકણી, બેલેન્સિંગ રમત જેવી અનેક રમતો વિદ્યાર્થીઓ રમ્યા હતા. આ પંચમ રમતોત્સવમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં વાલીઓ માટે પણ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કરી તેઓ પણ પોતાના બાળપણને યાદ કરી શકે.શાળાના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નવરચના ગુરુકુલ દર વર્ષે રમતોનું આયોજન કરી રમતોત્સવ ઉજવે છે. જેથી બાળકોને વિવિધ રમતોની જાણકારી મળે અને મનની સાથે તનને પણ તંદુરસ્ત રાખી શકે. વિજેતા ખેલાડીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્ર આપીને બિરદાવ્યા હતા. વાલીઓ માટે રાખેલી રમતમાં વિજેતા વાલીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.