નરેશપરમાર -કરજણ :
કરજણનગર રંગાયું રાષ્ટ્રભક્તિના રંગે
કરજણ ખાતે તાલુકા કક્ષાની ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી કાર્યક્રમ યોજાયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નાં આહવાનના પગલે તા. ૦૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત કરજણ ખાતે તિરંગા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ શિનોર ના પોર ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, સહિત જિલ્લા તિરંગા યાત્રાના કન્વિનર અમરીશ પંડ્યા, ભાજપના સંગઠનના પ્રમુખો સહિત હોદ્દેદારો કાર્યકરો નગર તાલુકાની પ્રજાજનો તથા તમામ વિભાગીય અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનો, નગર પાલિકાના ચીફ ઓફિસર સહિત નો સ્ટાફ અને મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ તિરંગા ગૌરવ યાત્રા માં જોડાયા હતા.