GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

 

 

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેરને હરિયાળું કરવાના સતત પ્રયાસો કરવામાં અગ્રેસર રહ્યું છે એવામાં મોરબી મહાનગર પાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેરના અનેક સ્થળોએ વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક સ્થળોએ વૃક્ષ રોપણ કરવામાં આવ્યું છે.

જેમાં મોરબી મહાનગરપાલીકા દ્વારા શહેરના મહત્વ ના સ્થળો જેવા કે મોહનબાગ ગાર્ડન, શનાળા તળાવ, ભડિયાદ ગામ અને લીલાપર ગૌશાળા ફિલ્ટર પ્લાન્ટ તેમજ અમરેલી ગામ ખાતે વૃક્ષ રોપણનું આયોજન કરવામાં આવેલ છે જેનાથી મોરબી શહેરમાં ગ્રીનરીનું પ્રમાણ વધશે અને તમામ જરૂરિયાત મુજબ ના સ્થળો નું શુદ્ધ વાતાવરણ નિહાળવા આવે તે રીતના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં મોરબી શહેરના અન્ય વિસ્તારોમાં પણ પલટેશન કરવામાં આવશે અને જરૂરિયાત મુજબની શહેરની ગ્રીન સ્પેસ જળવાઈ રહે તે મુજબના આયોજન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!