GIR SOMNATHSUTRAPADA

જી.એસ.એફ.સી દ્વારા PM-PRANAM યોજના અંતર્ગત સુત્રાપાડાના પાધ્રુકા ખાતે ખેડૂત મિટિંગનું આયોજન થયું

તારીખ:૨૯.૦૫.૨૦૨૫
સ્થળ: પાધ્રુકા (સુત્રાપાડા)

કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની પી.એમ પ્રણામ યોજના અંતર્ગત ૨૯ મેં ના સુત્રાપાડા તાલુકાના પાધ્રુકા ખાતે ખેડૂત મિટિંગનું આયોજન થયું,જેમાં જી.એસ.એફ.સી ના અધિકારીશ્રી શ્રીમતી રીમ્પલબેન દ્વારા વૈકલ્પિક ખાતરોના ઉપયોગ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
વિશેષમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા અને ડી.એ.પી જેવા ખાતરોની જગ્યાએ વૈકલ્પિક ખાતરો એમોનિયમ સલ્ફેટ તેમજ ૨૦:૨૦:૦:૧૩ નો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,આ સિવાય પ્રાકૃતિક ખેતી માટે એગ્રો પ્રોડક્ટ પ્રોમ,બેક્ટેરિયા પી.એસ.બી,અમીન સહિતની પ્રોડક્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના આયોજનની જહેમત ખેડૂત પ્રતિનિધિ શ્રી બાબુભાઈ વાઢેર,જી.એસ.એફ.સી એગ્રો ટેક લી. ડેપોટ ઇન્ચાર્જ પ્રાચી શ્રી ભાવેશભાઈ સોલંકી તેમજ જી.એસ.એફ.સીના અધિકારીશ્રી શ્રીમતી રીમ્પલબેન એ ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!