GUJARATMORBI

MORBI: ભરતનગર આરોગ્ય કેન્દ્ર સેવાઓમાં ઇન્ટરનેશનલ કક્ષાની ક્વોલિટી અંગેનું ISQua (NQAS) સર્ટિફિકેટ મેળવ્યું..

MORBI: ભરતનગર આરોગ્ય કેન્દ્ર સેવાઓમાં ઇન્ટરનેશનલ કક્ષાની ક્વોલિટી અંગેનું ISQua (NQAS) સર્ટિફિકેટ મેળવ્યું..

 

ઉત્તમ આરોગ્ય સેવાઓ સાથે વિભાગોના કુલ ૨૫૦ માપદંડોના ૧૩૬૪ મુદ્દાઓની ચકાસણીમાં ૮૧.૨૦ % મેળવી જિલ્લાનું ગૌરાવ વધાર્યું

ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના નાગરિકોને આરોગ્ય સેવાઓ મળી રહે અને વધુમાં વધુ લોકો વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો લાભ લે અને પોતાનો ખર્ચ ઘટાડી શકાય તે માટે સતત પ્રયત્નશીલ છે. વધુમાં આરોગ્ય સંસ્થાઓમાં અપાતી આ સેવાઓ ફક્ત વિનામૂલ્ય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારાધોરણો મુજબ મળતી થાય તે માટે મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર પૂર્ણપણે કટિબદ્ધ અને પ્રયત્નશીલ છે.

આ આરોગ્ય સેવાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા યુક્ત છે કે નહીં તે અંગે ભારત સરકારશ્રીના NHSRC વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કે જે ISQua ( ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્વોલિટી ઇન હેલ્થ કેર ) દ્વારા પણ પ્રમાણિત થયેલ છે. તેના ધારાધોરણો મુજબ જે તે આરોગ્ય સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ અપાતી સેવાઓના કુલ ૨૫૦ માપદંડો અને ૧૩૬૪ મુદ્દાઓની ચકાસણી કરી અને તેમાં ૭૦% થી વધુ માર્કસ મેળવનાર આરોગ્ય સંસ્થાને જ આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

જે અંતર્ગત તા. ૨૨ અને ૨૩ ઓગસ્ટ, એમ સતત બે દિવસ સુધી ભારત સરકારશ્રીની ઇન્સ્પેકશન ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરની રૂબરૂ મુલાકાત લઈ આ ધારા ધોરણો મુજબ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓ.પી.ડી., ઇન્ડોર, લેબોરેટરી, લેબર રૂમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ તેમજ જનરલ એડમિનિસ્ટ્રેશન જેવા ૦૬ વિભાગોના કુલ ૨૫૦ માપદંડોના ૧૩૬૪ મુદ્દાઓની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. દર્દીઓને અપાતી સેવાઓ, ઉપલબ્ધ સાધન સામગ્રી, સંસ્થાની સ્વચ્છતા વગેરે જેવા માપદંડો માં ભરતનગર ૮૧.૨૦ % ગુણ સાથે ઉતીર્ણ થયેલ અને ઇન્ટરનેશનલ લેવલની ગુણવત્તા યુક્ત આરોગ્ય સેવાઓ આપતી આરોગ્ય સંસ્થાનું બહુમાન મેળવી ભરતનગર ગામનું અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યુ છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર ૬ બેડ ધરાવતી સરકારી આરોગ્ય સંસ્થા છે. જેમાં સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ કુલ ૧૭ લેબોરેટરી તપાસ, ટી.બી, મેલેરિયા, રક્તપિત જેવા વિવિધ રોગોની સારવાર, સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોને વિવિધ રોગો વિરોધી રસી અને આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. વધુમાં દર્દીઓને બેસવા માટેની વ્યવસ્થા, વાહન પાર્કિંગની સુવિધા, યોગ અને પ્રાણાયામ કરવા માટે ગાર્ડનની સુવિધા તેમજ વિવિધ રોગો મટાડવા માટે ઉપયોગી એવા ઔષધીય વૃક્ષો સાથેનું હર્બલ ગાર્ડન જેવી અનેક સુવિધાથી સજ્જ છે.

આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મેળવવા માટે મોરબી જિલ્લાના કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. જાડેજાના સતત માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કે. જે. દવે, જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસરશ્રી ડો. હાર્દિક રંગપરિયા, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. રાહુલ કોટડીયા અને જિલ્લા એપિડેમિયોલોજિસ્ટ ડૉ. વિજય અગોલાના પ્રોત્સાહન અને સતત મોનિટરિંગ થકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ચેતન વારેવડીયા અને આયુષ મેડિકલ ઓફિસરશ્રી ડો. ડી. એસ. પાંચોટિયા અને પ્રા. આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફના રાત – દિવસના અથાગ પ્રયત્નો, શ્રમ અને સમયદાન થકી આ ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ મેળવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર એ આરોગ્ય ક્ષેત્રે એક અનેરી સફળતા હાંસલ કરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!