આકોલવાડી કન્યા શાળાના શિક્ષક શ્રી નિશાંતભાઈ એમ મહેતાનું એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ થી સન્માન.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના મદદનીશ સચિવ શ્રી પુલકીતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં “હું છું પર્યાવરણ સંરક્ષક” જેવી ઝુંબેશ હેઠળ 2525 શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં જેમણે ખૂબ સારું કામ કર્યું છે તેવા ગુજરાત રાજ્યના 60 જેટલા પર્યાવરણ પ્રેમી શિક્ષકો તેમજ અન્ય 14 રાજ્યના ૬૦ જેટલા એમ મળીને કુલ ૧૨૦ પ્રકૃતિ પ્રેમી શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ અલીબર્ડ અને જ્ઞાન લાઈવ દ્વારા રવિવારે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજાયો.જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આકોલવાડી કન્યાશાળા ના શિક્ષક શ્રી નિશાંતભાઈ એમ મહેતાનું પર્યાવરણ અંતર્ગત કરેલી કામગીરી માટે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગજેન્દ્રભાઈ જોશી- શિક્ષણ વિદ,ડો.વિરેન્દ્રભાઈ રાવત- ગ્રીન મેન્ટર,બીજે પાઠક -નિવૃત્ત IFS ગીર ફાઉન્ડેશન, કેયુર પટેલ ઉપસચિવ શિક્ષણ વિભાગ ગાંધીનગર, પુલકિતભાઈ જોશી મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ચેતનભાઇ પટેલ જ્ઞાન લાઈવ ડિરેક્ટર વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.આ તકે નિશાંત ભાઈ ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.