GIR SOMNATHGIR SOMNATH

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી
————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રી પર્વ નિમીત્તે સોમનાથમાં પ્રથમ વાર ઉજવાનારા સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવવા સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા.

આ મહોત્સવના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ ૧૨ જ્યોતિર્લીંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીશ્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પ્રસાદભેટ આપવામાં આવી હતી.

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા, અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!