GIR SOMNATHSUTRAPADA
જી.એસ.એફ.સી દ્વારા PM-PRANAM યોજના અંતર્ગત સુત્રાપાડાના ગાંગેથા ખાતે ખેડૂત મિટિંગનું આયોજન થયું
(ગાંગેથા)સૂત્રાપાડા
કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની પી.એમ પ્રણામ યોજના અંતર્ગત ૦૪ માર્ચના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે ખેડૂત મિટિંગનું આયોજન થયું,જેમાં જી.એસ.એફ.સી ના અધિકારીશ્રી દ્વારા વૈકલ્પિક ખાતરોના ઉપયોગ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
વિશેષમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા અને ડી.એ.પી જેવા ખાતરોની જગ્યાએ વૈકલ્પિક ખાતરો એમોનિયમ સલ્ફેટ તેમજ ૨૦:૨૦:૦:૧૩ નો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,આ સિવાય પ્રાકૃતિક ખેતી માટે એગ્રો પ્રોડક્ટ પ્રોમ,બેક્ટેરિયા પી.એસ.બી,અમીન સહિતની પ્રોડક્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના આયોજનની જહેમત ખેડૂત પ્રતિનિધિ બાબુભાઈ ગોહિલ,પ્રતાપભાઇ તેમજ જી.એસ.એફ.સીના અધિકારીશ્રી ડી.જે.વાડજા સાહેબ અને જી.એસ.એફ.સી એગ્રોટેક લી.ના પ્રાચી ખાતેના ડેપોટ ઇન્ચાર્જ ભાવેશ ભાઈ સોલંકીએ ઉઠાવી હતી.